Thursday, August 5, 2021
No menu items!
HomeKKR vs SRHની મેચ : ફિફ્ટી પછી રાણાએ અંતરંગી અંદાજમાં સેલિબ્રેશન કર્યું
Array

KKR vs SRHની મેચ : ફિફ્ટી પછી રાણાએ અંતરંગી અંદાજમાં સેલિબ્રેશન કર્યું

IPL 2021ની ત્રીજી મેચમાં કોલકાતાએ SRHને 10થી હરાવ્યું છે. ચેન્નઈની ટર્નિંગ પિચ પર રમાયેલી આ મેચ અત્યંત રસપ્રદ રહી હતી. મેચમાં SRHની ટીમ ચેઝ કરવા માટે ઊતરી ત્યારે એના ઓલરાઉન્ડર બેટ્સમેન નબી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બચ્યો હતો.

ઈનિંગની 16મી ઓવરના ચોથા બોલ પર નબીને ગળાના ભાગે બોલ વાગ્યો હતો. આ તીખો બાઉન્સર પ્રસિદ્ધ કૃષ્ણાએ માર્યો હતો. ત્યાં જ KKRના ઓપનર નીતીશ રાણાએ લીગમાં પોતાની 12માં અડધી સદી ફટકારી હતી. આ ફિફ્ટી માર્યા પછી તેણે ત્રણ આંગળી બતાવીને અલગ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું, જોકે હજુ સુધી આની પાછળ રહેલો સંદેશો જાણી શકાયો નથી.

મેચમાં બન્ને ટીમ તરફથી 2-2 ફિફ્ટી લગાવાઈ હતી. KKR તરફથી રાણાની સાથે અલાવા રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી હતી. તેમની ટીમે 6 વિકેટના નુકસાને 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમના જૉની બેયરસ્ટો અને મનીષ પાંડેએ અડધી સદી મારી હતી. બન્ને ખેલાડીઓના સારા પ્રદર્શન કરવા છતાં SRHને હારનો સામનો કરવો પડ્યો હતો.

KKR ટીમના ઓપનર નીતીશ રાણાએ વિચિત્ર રીતે ઉજવણી કરી, જેમાં પચાસ JC રન કર્યા પછી ત્રણ આંગળી બતાવી હતી. તેઓ શું કહેવા માગે છે એ જાણી શકાયું નથી.
KKR ટીમના ઓપનર નીતીશ રાણાએ વિચિત્ર રીતે ઉજવણી કરી, જેમાં પચાસ JC રન કર્યા પછી ત્રણ આંગળી બતાવી હતી. તેઓ શું કહેવા માગે છે એ જાણી શકાયું નથી.
ઓપનર રાણાએ 56 બોલમાં 80 રનની ઇનિંગ રમી હતી.
ઓપનર રાણાએ 56 બોલમાં 80 રનની ઇનિંગ રમી હતી.
KKRનો ઓપનર શુભમન ગિલ માત્ર 15 રન બનાવી શક્યો હતો.
KKRનો ઓપનર શુભમન ગિલ માત્ર 15 રન બનાવી શક્યો હતો.
હૈદરાબાદની ટીમના ફિલ્ડર અબ્દુલ સમાદે બાઉન્ડરી પર ઈયોન મોર્ગનનો શાનદાર કેચ પકડ્યો હતો.
હૈદરાબાદની ટીમના ફિલ્ડર અબ્દુલ સમાદે બાઉન્ડરી પર ઈયોન મોર્ગનનો શાનદાર કેચ પકડ્યો હતો.
રાહુલ ત્રિપાઠીએ 29 બોલમાં 53 રન બનાવ્યા. તેણે રાણા સાથે ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરીને કોલકાતાની ઇનિંગ્સને મેનેજ કરી હતી.
રાહુલ ત્રિપાઠીએ 29 બોલમાં 53 રન બનાવ્યા. તેણે રાણા સાથે ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરીને કોલકાતાની ઇનિંગ્સને મેનેજ કરી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહાએ ઈનિંગમાં શરૂઆત કરી હતી. વોર્નર 4 બોલમાં 3 રન જ બનાવી શક્યો. સાહાએ 6 બોલમાં 7 રન બનાવ્યા.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે કેપ્ટન ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સાહાએ ઈનિંગમાં શરૂઆત કરી હતી. વોર્નર 4 બોલમાં 3 રન જ બનાવી શક્યો. સાહાએ 6 બોલમાં 7 રન બનાવ્યા.
સનરાઇઝર્સની ટીમ માટે જૉની બેરસ્ટોએ 40 બોલમાં 55 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
સનરાઇઝર્સની ટીમ માટે જૉની બેરસ્ટોએ 40 બોલમાં 55 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
મનીષ પાંડેએ એસ.આર.એચ. ટીમ માટે 44 બોલમાં સૌથી વધુ 61 રન બનાવ્યા હતા.
મનીષ પાંડેએ એસ.આર.એચ. ટીમ માટે 44 બોલમાં સૌથી વધુ 61 રન બનાવ્યા હતા.
ઇનિંગ દરમિયાન મનીષે 3 છગ્ગા અને માત્ર 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
ઇનિંગ દરમિયાન મનીષે 3 છગ્ગા અને માત્ર 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments