પ્રભાસ-શ્રદ્ધાની સાહોએ પહેલા દિવસે કર્યું જબરદસ્ત ઓપનિંગ, જાણો કેટલા કરોડ કમાયા

0
54

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો આ શુક્રવારે એટલે કે 30 ઓગસ્ટે રિલિઝ થઈ હતી. બાહુબલી ફ્રેંચાઈઝી બાદ આ પ્રભાસની પહેલી ફિલ્મ છે. 350 કરોડ રૂપિયામાં બનનારી આ ફિલ્મ સાહોની રાહ ફેન્સ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. જો કે ફિલ્મ રિલિઝ થયા બાદ દર્શકોનું મિક્સ રિએક્શન જોવા મળ્યું હતું.

સાહોને હિંદી, તમિલ, મલયાલમ અને તેલૂગુ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મના ઓપનિંગ ડેના કલેક્શન્સ પણ આવી ચૂક્યા છે. ટ્રેડ એક્સપર્ટના અનુસાર સાહો એક જબરદસ્ત ઓપનિંગ કરશે. માનવામાં આવી રહ્યું છે કે સાહો તેલૂગુમાં 35 કરોડ, તમિલમાં 15 કરોડ, મલયાલમમાં 3-5 કરોડ અને હિંદીમાં 10 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.

તેનો અર્થ એ છે કે આ ફિલ્મ દરેક ભાષાઓમાં કુલ મળીને 60-70 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. તેની સાથે જ શક્ય છે કે હોલિવૂડ સુપર હીરો ફિલ્મ એવેંજર્સ એંડગેમની ભારતીય કમાણી (53 કરોડ) અને આમિકની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન (52.2 કરોડ)ને પણ પાછળ પાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે બાહુબલી ફ્રેંચાઈઝીમાં કામ કર્યા બાદ પ્રભાસ ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયા છે. ફિલ્મ બાહુબલીઃ ધ બિગિનિંગે દુનિયાભરમાં 650 કરોડ અને બાહુબલી 2: દ કન્ક્લૂઝને દુનિયાભરમાં 1796.56 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ બંને ફિલ્મો બાદ આવનારી સાહોએ ફેંસમાં અલગ ક્રેઝ જમાવ્યો હતો.

સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાથે એક્ટર નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી અને ચંકી પાંડે છે. આ ફિલ્મનું નિર્દેશન સુજિતે કર્યું છે. અને તેને પ્રોડ્યૂસ વામસી કૃષ્ણા રેડ્ડીએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here