ભાજપે જાણો દિલ્હી ચૂંટણીમાં કેટલી સીટ જીતવાનો દાવો કર્યો

0
0

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે 8 ફેબ્રુઆરીએ દિલ્હીની જનતા પોતાના માટે આગામી સરકારની પસંદગી માટે મતદાન કરશે. 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્હીની સત્તા પર કોણ બિરાજશે એ તો સમય આવ્યે જ ખબર પડશે. પરંતુ આ ચૂંટણી દંગલમાં કૂદેલી તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાની સરકાર બનવાના દાવા કરી રહી છે. AAP પોતાની સરકાર બનવાને લઈને એકદમ નિશ્ચિંત છે. તો બીજી તરફ BJPને પણ આશા છે કે લાંબા સમય બાદ તે ફરી એકવાર દિલ્હીની સત્તા પર બિરાજશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે ગુરુવારે સાંજે પ્રચાર અભિયાન બંધ થતા પહેલા ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્રશાસિત પ્રદેશમાં BJPની સરકાર બનવાનો દાવો કર્યો.

તેમણે ટ્વીટ કર્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીની જનતા સાથે સંવાદ કરવાની તક મળી. ખોટા વાયદા, તુષ્ટિકરણ અને અરાજકતાથી ત્રસ્ત દિલ્હીને હવે માત્ર વિકાસ જોઈએ. તેમણે કહ્યું કે, લોકોના સમર્થન પરથી એ સ્પષ્ટ છે કે 11 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 45 કરતા વધુ સીટ જીત પર BJPની જ સરકાર બનવા જઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here