અમરાઈવાડી વિધાનસભા પેટા ચૂંટણીનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણી લો

0
0

તા. 23.09.2019 ના રોજ ચૂંટણી અધિકારી, 50- અમરાઈવાડી વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ અન્ન નિયંત્રક અમદાવાદ શહેર દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ,

(1)  50 – અમરાઈવાડી વિધાનસભા મતદાર વિભાગમાં વિધાનસભાના સભ્યની ચૂંટણી યોજવાની છે.

(2)  ઉમેદવાર કે તેમના નામે દરખાસ્ત મૂકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, 50-અમરાઈવાડી વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ અન્ન નિયંત્રક અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, 50-અમરાઇવાડી વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા મામલતદાર, અમદાવાદ, ઠે. સી બ્લોક, ભોંયતળીયે, બહુમાળી ઇમારત (અપના બજાર), લાલદરવાજા, અમદાવાદ ખાતે મોડામાં મોડુ તારીખ 30મી સપ્ટેમ્બર, 2019 (સોમવાર) સુધીમાં કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11–00 વાગ્યાથી બપોરના 3–00 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.

(3)   નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.

(4)   નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, 50 અમરાઈવાડી વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ અન્ન નિયંત્રક અમદાવાદ ખાતે 1લી, ઓક્ટો, 2019 (મંગળવાર) ના રોજ સવારના 11-00 વાગ્યે કરવામાં આવશે.

(5)   ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરના ફકરા – (2) માં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તારીખ 3જી, ઓક્ટો, 2019 (ગુરુવાર) ના રોજ બપોરના 3-00 વાગ્યા પહેલાં પહોંચાડી શકશે.

(6)  ચૂંટણી લડાશે તો મતદાન તારીખ 21મી ઓક્ટો, 2019 (સોમવાર) ના રોજ સવારના 8-00 કલાકથી સાંજના 6-00 કલાક વચ્ચે થશે તેવુ ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here