Thursday, September 23, 2021
Homeબાંગ્લાદેશ અંગે ભારતના ગૃહ મંત્રીનુ જ્ઞાન બહુ મર્યાદિત: બાંગ્લાદેશના વિદેશ મંત્રી
Array

બાંગ્લાદેશ અંગે ભારતના ગૃહ મંત્રીનુ જ્ઞાન બહુ મર્યાદિત: બાંગ્લાદેશના વિદેશ મંત્રી

બંગાળમાં થઈ રહેલા ચૂંટણી પ્રચારના પડઘા બાંગ્લાદેશમાં પણ પડ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન આપેલા નિવેદનના પગલે બાંગ્લાદેશના વિદેશ મંત્રી ભડકી ગયા છે.

અમિત શાહે કહ્યુ હતુ કે, બાંગ્લાદેશના ગરીબ લોકો ભારતમાં આવે છે. કારણકે તેમની પાસે ત્યાં પૂરતુ ખાવાનુ પણ હોતુ નથી. બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ આ પ્રકારની ઘૂસણખોરી બંધ કરી દેવામાં આવશે. ભાજપના એજન્ડામાં આ મુદ્દો સામેલ છે.

તેની સામે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમેને કહ્યુ હતુ કે, બાંગ્લાદેશ અંગે ભારતના ગૃહ મંત્રીનુ જ્ઞાન બહુ મર્યાદિત છે. આ પ્રકારની ટિપ્પણી બાંગ્લાદેશને અસ્વીકાર્ય છે. ખાસ કરીને જ્યારે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે બહુ ગાઢ સબંધો છે. આ પ્રકારના નિવેદનો ગેરસમજ ઉભી કરી છે. અમે કેટલાક મોરચે ભારત કરતા વધારે સારો દેખાવ કરી રહ્યા છે.બાંગ્લાદેશમાં હવે ભૂખ્યા રહીને કોઈનુ મોત નથી થતુ.

તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં 50 ટકા લોકો પાસે ટોયલેટ નથી. બાંગ્લાદેશમાં 90 ટકા લોકો ટોયલેટનો ઉપયોગ કરે છે. અમારા દેશમાં ઓછુ ભણેલા લોકો માટે નોકરીની બહુ તકો છે. અમારા લોકોને રોજગારી માટે ભારતમાં જવાની જરુર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments