અમદાવાદ : કોચરબ પાસે કાર ધોતા વૃદ્ધ પર છરી અને દેશી કટ્ટાથી હુમલો,

0
0

અમદાવાદ: પાલડી વિસ્તારમાં કોચરબ ગામના કાગદીવાડમાં આજે વહેલી સવારે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો હતો. છરી અને દેશી કટ્ટા વડે હુમલો કરાતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાગદીવાડમાં રહેતા મુસ્તકભાઈ ચૌહાણ આજે સવારે ઘરની બહાર તેઓ ગાડી સાફ કરી રહ્યા હતા ત્યારે મોંઢે રૂમાલ બાંધેલો એક શખ્સ આવ્યો હતો અને દેશી તમંચા જેવા હથિયારથી મારવા ગયો હતો. જો કે હથિયાર ન ચાલતા પાછળથી આવેલા એક શખ્સએ મુસ્તાકભાઈને છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત થયેલા મુસ્તાકભાઈ ચૌહાણને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જૂની અદાવતને ધ્યાનમાં લઈ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here