બીજી ટેસ્ટ : પ્રથમ દિવસના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 264 રન કર્યા, કોહલી અને અગ્રવાલે ફિફટી મારી

0
25

સ્પોર્ટ્સ ડેસ્ક: શુક્રવારે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં પ્રથમ દિવસના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 264 રન કર્યા હતા. ઋષભ પંત 27 રને અને હનુમા વિહારી 42 રને રમી રહ્યા છે. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સર્વાધિક 76 રન કર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલે પણ 55 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વિન્ડિઝ માટે કપ્તાન જેસન હોલ્ડરે 3 વિકેટ ઝડપી હતી.

દિવસની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. લોકેશ રાહુલ 13 અને ચેતેશ્વર પુજારા 6 રને આઉટ થઈ જતા ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. તે પછી કોહલી અને અગ્રવાલે ત્રીજી વિકેટ માટે 69 રન ઉમેર્યા હતા. જોકે તે બંનેમાંથી કોઈ પણ શરૂઆતને મોટો સ્કોરમાં કન્વર્ટ કરી શક્યું ન હતું. ગઈ મેચમાં સદી ફટકારનાર રહાણે પણ 24 રનના સ્કોરે પેવેલિયન ભેગો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here