ઈન્સ્ટાગ્રામ પર પણ કોહલી બન્યો કિંગ, આ રેકોર્ડ બનાવનાર પહેલા ભારતીય

0
15

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના પણ કિંગ બની ગયા છે. ફોટો અને વીડિયો શેર કરવાના આ મશહૂર પ્લેટફોર્મ પર વિરાટ કોહલીના 50 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે અને આટલા બધા ફોલોઅર્સ મેળવનાર તેઓ પહેલા ભારતીય બની ગયા છે.

વિરાટ કોહલીની લોકપ્રિયતા ભારતમાં નવી ઉંચાઈ આંબી રહી છે. તેઓ બ્રાન્ડ વેલ્યૂના હિસાબે પણ દેશની આલા હસ્તીઓમાં સામેલ છે. નિરંર પ્રદર્શન અને જોશીલા વ્યક્તિત્વને પગલે કોહલીની યુવાઓના મોટા રોલ મોડેલમાં ગણતરી થાય છે.

ઈન્સ્ટાગ્રામ પર પણ કોહલી બન્યો કિંગ, બનાવ્યો આ રેકોર્ડ
ઈંસ્ટાગ્રામના કિંગ કોહલી

જ્યાં સુધી ભારતના સૌથી વધુ ફોલોઅર્સની વાત છે તો બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા 49.9 ફોલોઅર્સ સાથે બીજા સ્થાને છે જ્યારે દીપિકા પાદુકોણ 44.1 ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે કોહલી ઘણા મોટા માર્જિનથી લીડ પર છે અને આગળ પણ ગ્રાફ પડતો નથી દેખાતો.

ઈન્સ્ટાગ્રામ પર પણ કોહલી બન્યો કિંગ, બનાવ્યો આ રેકોર્ડ
અત્યાર સુધી 930 પોસ્ટ શેર કરી

31 વર્ષા કોહલીએ અત્યાર સુધી આ પ્લેટફોર્મ પર 930 પોસ્ટ શેર કરી છે અને તેઓ ફેન્સને પ્રેરિત કરવામાં સતત સફળ થયા છે. જો દુનિયામાં સૌથી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વાળા અકાઉન્ટની વાત કરવામાં આવે તો આ મામલે મહાન પુર્તગાલી ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌપર ભારે છે જેમના નામે 200 મિલિયન ફોલોઅર્સ છે. પાછલા વર્ષે કોહલી ભારતના સૌથી સફળ કેપ્ટન બની ગયા હતા અને તેમણે મહેન્દ્ર સિંહ ધોનીને પછાડી દીધા.

 

ઈન્સ્ટાગ્રામ પર પણ કોહલી બન્યો કિંગ, બનાવ્યો આ રેકોર્ડ
હાલ કીવીલેન્ડમાં છે કોહલી

વિરાટ કોહલી વર્તમાનમાં ન્યૂઝીલેન્ડમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. ભાતે 5 મેચની ટી20 સીરીઝમાં મેજબાનોને ક્લીન સ્વીપ કર્યા બાદ ન્યૂઝીલેન્ડથી 3 મેચની વનડેમાં 3-0થી ક્લીન સ્વિપનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સીરિઝ પોતાના સમાપન એટલે કે ટેસ્ટ ક્રિકેટ તરફ વધી ગયો છે અને આ ફોર્મેટમાં નંબર 1 પર રહેલી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના વિદેશી અભિયાનને સકારાત્મક રીતે કિકસ્ટાર્ટ કરવાની કોશિશ કરશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here