કેપ્ટન તરીકે સૌથી ઝડપી 11000 રન પુરા કરતો કોહલી

0
11

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈકાલે શ્રીલંકા સામેના ટી20 મેચમાં અણનમ 26 રન બનાવ્યા. તે સાથે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 11000 રન બનાવનાર બેટસમેન બની ગયો છે. કોહલી આ રીતે એમ.એસ.ધોની બાદ બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. જેણે ક્રિકેટના તમામ ફાર્મેટમાં 11000 રન પુરા કર્યા છે.

જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર તે છઠ્ઠો કેપ્ટન છે. કોહલીએ ફકત 196મી ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી તે કોઈપણ કેપ્ટન કરતા સૌથી ઝડપી છે. કોહલીને આ સિદ્ધિ માટે ગઈકાલે દાવમાં ઉતર્યા તો ફકત એક જ રનની જરૂર હતી. તેણે સૌથી ઓછી ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ મેળવનાર અન્ય ક્રિકેટરોમાં રીકી પોન્ટીંગ, સ્મીથ, ફલેમીંગ, ધોની અને એલન બોર્ડર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here