નહેરાની IPL ટીમમાં કોહલી-ધોનીને સ્થાન નહીં : પૂર્વ ફાસ્ટ બોલરે સૂર્યકુમારને નંબર-3 પર રાખ્યો : વિકેટકીપર ઈશાનને જગ્યા આપી

0
7

IPLની 13મી સીઝન ગયા અઠવાડિયે સમાપ્ત થઇ ગઈ. ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પાંચમી વાર ચેમ્પિયન બની. તે પછી વીરેન્દ્ર સહેવાગ સહિત ઘણા દિગ્ગજોએ પોતાની IPL 2020ની પ્લેઈંગ-11 જારી કરી હતી. હવે આ સૂચિમાં ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેર જોડાય ગયા છે.

નહેરાએ બધાને આશ્ચર્યમાં મુકતા પોતાની ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સ્થાન આપ્યું નથી. નહેરાએ કોહલીની જગ્યાએ નંબર-3 માટે સૂર્યકુમાર યાદવ અને ધોનીની જગ્યાએ વિકેટકીપરના રૂપે ઈશાન કિશનની પસંદગી કરી.

સતત 2 સદી મારનાર ધવન પણ બહાર

નહેરાએ પોતાની ટીમમાં ઓપનર તરીકે પંજાબના કપ્તાન લોકેશ રાહુલ અને હૈદરાબાદના કપ્તાન ડેવિડ વોર્નરને પસંદ કર્યા છે. આ ટીમમાં દિલ્હીના ઓપનર શિખર ધવનને સ્થાન મળ્યું નથી. ધવન લીગમાં સતત 2 સદી મારનાર એકમાત્ર પ્લેયર છે.

નહેરાની બેસ્ટ IPL 2020 ટીમ

લોકેશ રાહુલ, ડેવિડ વોર્નર, સૂર્યકુમાર યાદવ, એબી ડિવિલિયર્સ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, જોફરા આર્ચર, રાશિદ ખાન, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ શમી

વીરેન્દ્ર સહેવાગની બેસ્ટ IPL 2020 ટીમ

લોકેશ રાહુલ, દેવદત્ત પડિક્કલ, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી (કપ્તાન), ડેવિડ વોર્નર, કગીસો રબાડા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને રાશિદ ખાન.

12મો ખેલાડી: ઈશાન કિશન
13મો ખેલાડી: જોફરા આર્ચર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here