Thursday, October 21, 2021
Homeવન-ડે રેન્કિંગમાં કોહલી-રોહિતનો દબદબો:વિરાટ પ્રથમ નંબરે તો રોહિત બીજા સ્થાને, બોલર્સમાં બુમરાહ...
Array

વન-ડે રેન્કિંગમાં કોહલી-રોહિતનો દબદબો:વિરાટ પ્રથમ નંબરે તો રોહિત બીજા સ્થાને, બોલર્સમાં બુમરાહ ત્રીજા નંબરે ખસ્યો

ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરીઝ હારતા ભારતને 2 પોઈન્ટ્સનું નુકસાન થયું (ફાઈલ ફોટો)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓસ્ટ્રેલિયા-ભારત વનડે સીરીઝ પૂર્ણ થયા બાદ અને ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા વનડે સીરીઝ રદ થયા બાદ ગુરૂવારે વન-ડે રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ટોપ 2 પોઝિશન પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માનું વર્ચસ્વ યથાવત છે.

કોહલી 870 પોઈન્ટ્સની સાથે પ્રથમ અને રોહિત 842 પોઈન્ટ્સની સાથે બીજા સ્થાને છે. જ્યારે જસપ્રીત બુમરાહ બોલર્સની રેન્કિંગમાં એક ક્રમાંક નીચે ઉતરીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 173 રન બનાવ્યા હતા
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની સીરીઝમાં ભારતીય કેપ્ટન કોહલીએ 3 મેચમાં 57.67ની સરેરાશથી 173 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેઓએ 2 ફિફ્ટી પણ ફટકારી હતી. જો કે રોહિત શર્માએ કોવિડ-19 પછી કોઈ વન-ડે રમી નથી. પરિણામે રોહિતને 13 પોઈન્ટનું નુકસાન થયું છે, પરંતુ રેન્કિંગમાં કોઈ જ ફર્ક પડ્યો નથી.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 837 પોઈન્ટ્સની સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલર 818 પોઈન્ટ્સની સાથે ચોથા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ 791 પોઈન્ટ્સની સાથે 5માં સ્થાને છે. ફિંચ પણ ભારત વિરૂદ્ધ વન-ડે સીરીઝમાં શાનદાર ફોર્મમાં હતો. તેને 3 મેચમાં 83ની સરેરાશથી 249 રન બનાવ્યા હતા.

ICC દ્વારા જાહેર વન-ડે રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેન

રેન્ક પ્લેયર દેશ પોઈન્ટ્સ
1 વિરાટ કોહલી ભારત 870
2 રોહિત શર્મા ભારત 842
3 બાબર આઝમ પાકિસ્તાન 837
4 રોસ ટેલર ન્યૂઝીલેન્ડ 818
5 એરોન ફિંચ ઓસ્ટ્રેલિયા 791
6 ફાફ ડુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકા 790
7 ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા 773
8 કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ 765
9 ક્વિન્ટ ડી કૉક દક્ષિણ આફ્રિકા 755
10 જૉની બેયરસ્ટો ઈંગ્લેન્ડ 754

 

બુમરાહને એક સ્થાનનું નુકસાન
ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ફોર્મ દેખાડી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની 3 મેચમાંથી એક પણ મેચમાં પાવર પ્લેમાં વિકેટ લેવામાં તેને સફળતા મળી ન હતી. બુમરાહએ 3 મેચમાં 48.75ની સરેરાશથી 4 વિકેટ મેળવી હતી. તો, તેમની ઈકોનોમી રેટ 6.61ની રહી હતી.

બોલ્ટ પહેલા અને મુજીબ બીજા સ્થાને
ICC દ્વારા નવા વન-ડે રેન્કિંગમાં બોલર્સના લિસ્ટમાં ટ્રેન્ટ બોલ્ટ 722 પોઈન્ટ્સની સાથે પહેલા સ્થાને છે. તો અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર-રહેમાન 701 પોઈન્ટ્સની સાથે બીજા જ્યારે બુમરાહ 700 પોઈન્ટ્સની સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડને એક સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે 660 પોઈન્ટ્સની સાથે 6ઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

ICC દ્વારા જાહેર વન-ડે રેન્કિંગમાં ટોપ-10 બોલર્સ

રેન્ક પ્લેયર દેશ પોઈન્ટ્સ
1 ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ 722
2 મુજીબ ઉર રહેમાન અફઘાનિસ્તાન 701
2 જસપ્રીત બુમરાહ ભારત 700
4 ક્રિસ વોક્સ ઈંગ્લેન્ડ 675
5 કગિસો રબાડા દક્ષિણ આફ્રિકા 665
6 જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા 660
7 મોહમ્મદ આમિર પાકિસ્તાન 647
8 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 646
9 મેટ હેનરી ન્યૂઝીલેન્ડ 641
10 જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડ 637

 

ઓલરાઉન્ડર્સની યાદીમાં શાકિબ ટોપ પર, જાડેજાને પણ ફાયદો
વન-ડેમાં ઓલરાઉન્ડર્સની યાદીમાં બાંગ્લાદેશના શાકિબ અલ હસન 373 પોઈન્ટ્સની સાથે પ્રથમ સ્થાને છે. તો અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી 301 પોઈન્ટ્સ અને ઈંગ્લેન્ડના ક્રિસ વોક્સ 281 પોઈન્ટ્સની સાથે ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ ચોથા અને પાકિસ્તાનના ઈમાદ વસીમ 5માં નંબરે છે. ભારતના રવિન્દ્ર જાડેજાને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે 8માં નંબરે પહોંચી ગયો છે.

ICC દ્વારા જાહેર વન-ડે રેન્કિંગમાં ટોપ-10 ઓલરાઉન્ડર્સ

રેન્ક પ્લેયર દેશ પોઈન્ટ્સ
1 શાકિબ અલ હસન બાંગ્લાદેશ 373
2 મોહમ્મદ નબી અફઘાનિસ્તાન 301
3 ક્રિસ વોક્સ ઈંગ્લેન્ડ 281
4 બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ 276
5 ઈમાદ વસીમ પાકિસ્તાન 271
6 કૉલિન ડી ગ્રેંડહોમ ન્યૂઝીલેન્ડ 265
7 રાશિદ ખાન અફઘાનિસ્તાન 253
8 રવિન્દ્ર જાડેજા ભારત 253
9 મિચેલ સેંટનર ન્યૂઝીલેન્ડ 251
10 સીન વિલિયમ્સ ઝિમ્બાબ્વે 238

 

ટીમના રેન્કિંગમાં ઈંગ્લેન્ડ ટોપ પર
ટીમની રેન્કિંગમાં ઈંગ્લેન્ડની ટીમ ટોપ પર છે. તો ભારત બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા નંબરે છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝ હારતા 2 પોઈન્ટ્સનું નુકસાન થયું છે. જો કે તેનાથી તેમના રેન્કિંગમાં કોઈ જ ફર્ક પડ્યો નથી. ઓસ્ટ્રેલિયાને 3 પોઈન્ટ્સનો ફાયદો થયો છે. જો કે તે ચોથા સ્થાને છે.

ICC દ્વારા જાહેર વન-ડેની ટોપ-10 ટીમ

રેન્ક દેશ રેટિંગ પોઈન્ટ્સ
1 ઈંગ્લેન્ડ 123 5405
2 ભારત 117 5819
3 ન્યૂઝીલેન્ડ 116 3716
4 ઓસ્ટ્રેલિયા 111 3941
5 દક્ષિણ આફ્રિકા 108 3345
6 પાકિસ્તાન 103 3590
7 બાંગ્લાદેશ 88 2989
8 શ્રીલંકા 85 3297
9 વેસ્ટઈન્ડિઝ 76 3285
10 અફઘાનિસ્તાન 55 1549
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments