Friday, December 6, 2024
Homeકોહલી જેને ભેટી પડ્યો હતો તે ચારૂલતાબહેન ચરોતરના સુણાવ ગામના વતની, ફાઇનલ...
Array

કોહલી જેને ભેટી પડ્યો હતો તે ચારૂલતાબહેન ચરોતરના સુણાવ ગામના વતની, ફાઇનલ સુધીની ટિકિટો બુક કરાવી

- Advertisement -

આણંદઃ વડાપ્રધાન, વિરાટ કોહલી, ઉદ્યોગપતિ મહિન્દ્વા, રણવીરસિંહ, અનુષ્કા શર્મા, બોમન ઇરાની સહિત અનેક દિગ્ગજોએ જેમના ફોટા ટ્વીટ કર્યા તે ટીમ ઇન્ડિયાના 87 વર્ષીયે ચારૂલત્તાબહેન પટેલ ચરોતરના પેટલાદના સુણાવના રહેવાસી છે.તેઓએ વર્લ્ડકપની સેમિફાઇનલ,ફાઇનલ સહિત ભારતની તમામ મેચોનું એડવાન્સ બુકીંગ કરાવી લીધું હતું.તેઓ વ્હીલચેરમાં બેસીને ગાલ પર ભારતીય ધ્વજનું ચિન્હ લગાવીને પીપુડુ વગાડતા ભારતીય ક્રિકેટ ટીમનો જુસ્સો વધારવા સ્ટેડિયમમાં પહોચી જાય છે. ભારતની ટીમ તમામ મેચો જીતે અને વર્લ્ડકપ મેળવે તેવી ભગવાનને પ્રાર્થના કરે છે.

ઇન્ડિયાના ફેન લંડનના ક્રોયડનમાં રહેતાં ચારૂલતાબહેન પટેલનો પુત્ર યોગીનભાઇ પટેલ વિદ્યાનગરમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં ગમેતે સ્થળે ક્રિકેટ મેચ રમાતી હોય ત્યારે મારી માતા ટીવી સામે ગોઠવાઇ જાય છે. ક્યાં વર્ષે કઇ ટીમ અને કયા બેટ્સમેન કેટલા રન કે બોલરની વિકેટો, પરિણામ સહિત તમામ મેચોની માહિતી ઉપલબ્ધ છે. હવે ફોન આવતા તે હવે ચોપડામાં લખતાં નથી. દસ વર્ષ પહેલા થાપાનું હાડકું તુટી ગયું હોવાથી તેઓ વ્હીલચેરમાં ફરે છે. છતાં તેઓ ઇગ્લેન્ડના તમામ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે જાય છે. બર્મિંગહામમાં ટીમ ઇન્ડિયાને જોશ પુરૂપાડવા માટે લંડનથી રાત્રે 12 કલાકે કારમાં બેસીને પાંચ કલાકની મુસાફરી કરીને પહોચી ગયાં હતાં.

કોહલીએ લાઈવ સ્ક્રીન પર ચિયર્સઅપ કરતાં જોયા
કેપ્ટન વિરાટ કોહલી પેવેલિયનમાં બેસીને મેચ નિહાળી રહ્યાં હતાં. ત્યારે લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન પીપુડુ વગાડીને ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારી રહેલા ચારૂલતાબેનને સ્ક્રીન પર જોયા હતાં. આથી કોહલી તેમની પાસે આવ્યો હતો.તેમની સાથે વાતો કરી હતી. ત્યારે ચારૂલતાબેને માથા પર હાથ મુકીને ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તેવા આર્શીવાદ આપ્યાં હતાં.

4 કલાકમાં 70 લાખ લાઈક મેળવી
સોશીયલ મીડિયા પર ચારૂલતા બેનના ફોટા, વિડિયો મુકાયા બાદ છેલ્લા ચાર કલાકમાં તેમના ફોટા અને વિડિયોને 70 લાખ લાઇક મળી છે. વિશ્વમાં ચાર કલાકમાં લાખોની લાઇક મેળવવામાં ત્રીજા ક્રમે આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular