કોહલીની ફિટનેસનું ખૂલ્યું રાઝ, અનુષ્કા નહીં પણ આ ક્રિકેટરની પત્ની છે કેપ્ટનની ફિટ બોડીનું કારણ

0
25

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેની ફિટનેસને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. તેની ગણતરી દુનિયાના સૌથી હેલ્ધી ખેલાડીઓમાં થાય છે. તે પોતાને સ્વસ્થ રાખવા માટે ખૂબ વર્કઆઉટ પણ કરે છે. તે તેની ફિટનેસમાં શાકાહારને પણ મોટો રોલ માને છે. દરેક લોકો જાણે છે કે અનુષ્કા શર્મા સાથે રિલેશનશીપ બાદથી તે શાકાહારી થઇ ગયો છે. જોકે, આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે તેની ફિટનેસ મંત્રા કોણ છે. તેની ફિટનેસમાં અનુષ્કાથી પણ મોટો રોલ વિરાટની ટીમના ખેલાડીની પત્નીનો છે. ચોંકશો નહીં પરંતુ ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનર શંકર બાસૂએ આ વાતોનો ખુલાસો કર્યો છે.

એક રિપોર્ટ મુજબ શંકર બાસૂએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સ્કવૈશ ખેલાડી અને દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલને લઇને ફિટ રહેવાની પ્રેરણા મળી છે. પલ્લીકલે જ વિરાટને ફિટનેસ હાંસલ કરવા માટે અને સખત મહેનત કરવા માટે પ્રેરિત કર્યો છે.

રિપોર્ટ મુજબ ટીમ ઇન્ડિયાના પૂર્વ ટ્રેનર શંકર બાસૂએ કહ્યું કે, શરૂઆતના ત્રણ વર્ષ અમે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ગરમીમાં ટ્રેનિંગ કરી રહ્યા હતી. તે બાદ જ્યારે વિરાટ કોહલીએ દીપિકા પલ્લીકલને ટ્રેનિંગ કરતા જોઇએ અને તેનાથી ખૂબ પ્રેરિત થયા. તે વ્યક્તિગત રમતમાં ફિટનેસને એવા સ્તરને જોઇને આશ્ચર્યચકિત થયો હતો. આ વાત પર તેને ચર્ચા કરી. કહ્યું અમે આવી ટ્રેનિંગ કેમ નથી કરી શકતા?

શંકર બાસૂ મુજબ, વિરાટ કોહલી પોતાને બેસ્ટ સાબિત કરવાની કોશિશ ક્યારેય છોડતો નથી. આજ કારણ છે અને મને લાગે છે કે તે સારુ કરી શકે છે. વિરાટ કોહલી ફિટનેસને સર્વોચ્ચ માનકોની સીમા જાણે છે. હું હંમેશા જણાવતો હતો કે તેના આદર્શ ઉસૈન બોલ્ટ અને નોવાક જોકોવિચ હોવા જોઇએ. જેથી તેને હવે આગળ લાંબો સફળ નક્કી કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here