Tuesday, September 21, 2021
Homeકોલકાતા : હાઈકોર્ટે મમતા બેનરજીને ફટકાર્યો પાંચ લાખનો દંડ
Array

કોલકાતા : હાઈકોર્ટે મમતા બેનરજીને ફટકાર્યો પાંચ લાખનો દંડ

કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મોટો ઝાટકો આપીને તેમને પાંચ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે.આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત થયેલા વકીલોના પરિવાર માટે કરવામાં આવશે.

મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.જેની સામે તેમણે કોર્ટમાં અપીલ કરી છે.દરમિયાન મમતા બેનરજીના વકીલે નંદીગ્રામ કેસની સુનાવણી દરમિયાન પક્ષપાતનો આરોપ લગાવીને જસ્ટિસ કૌશિક ચંદાની બેન્ચ પરથી આ કેસને ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી.વકીલે એવુ કહ્યુ હતુ કે, જસ્ટીસ ચંદા અવાર નવાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે.

દરમિયાન જસ્ટીસ ચંદાએ પોતાના પર લગાવાયેલા આરોપોને પાયા વગરના ગણાવીને આ આક્ષેપ લગાવવા બદલ મમતા બેનરજી પર પાંચ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે અને સાથે સાથે પોતાને આ કેસથી અલગ કરી લીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments