KKR vs CSK : કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી

0
0

IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. કોલકાતાએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

કોલકાતાની પ્લેઈંગ 11: દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી અને કમલેશ નાગરકોટી

ચેન્નાઈએ કોલકાતા સામે છેલ્લી 5માંથી 3 મેચ જીતી છે, જ્યારે કોલકાતા ફક્ત 2 વાર જ ચેન્નાઈને હરાવી શક્યું છે. ગઈ સીઝનમાં બંને વચ્ચે બે મેચ રમાઈ હતી, બંનેમાં ધોનીની ટીમે સરળતાથી જીત મેળવી હતી.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડીઓ

કોલકાતાનો સૌથી મોંઘો ખેલાડી પેટ કમિન્સ છે. તેને સીઝન માટે રૂ .15.50 કરોડ મળશે. આ પછી સુનિલ નારાયણનો નંબર આવે છે, જેને સીઝન માટે રૂ. 12.50 કરોડ મળશે. જ્યારે, કેપ્ટન ધોની CSKનો સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપશે. કેદાર જાધવ 7.80 કરોડ રૂપિયાની રકમ સાથે બીજા સ્થાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here