Wednesday, September 28, 2022
Homeદેશકોલકાતા : પશુઓની તસ્કરી મામલે ટીએમસી નેતા અનુબ્રત મંડલની ધરપકડ

કોલકાતા : પશુઓની તસ્કરી મામલે ટીએમસી નેતા અનુબ્રત મંડલની ધરપકડ

- Advertisement -

મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડના કારણે બેકફૂટમાં ધકેલાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે વધુ એક આંચકારૂપ ઘટના બની છે. સીબીઆઈએ પશુઓની તસ્કરી મામલે મોટી એક્શન લઈને ટીએમસી નેતા અનુબ્રત મંડલની ધરપકડ કરી લીધી છે. અનુબ્રત મંડલ વીરભૂમ જિલ્લાના ટીએમસી અધ્યક્ષ છે માટે તેમની ધરપકડ મમતા બેનર્જી માટે વધુ શોકિંગ બની રહી છે. સીબીઆઈની ટીમ આજે સવારે અનુબ્રત મંડલના ઘરે પહોંચી હતી. મંડલે આ મામલે સીબીઆઈ દ્વારા મોકલવામાં આવેલા 10 સમનનો કોઈ જ જવાબ નહોતો આપ્યો. ત્યાર બાદ એજન્સી કોર્ટના શરણે ગઈ હતી. સીબીઆઈએ અગાઉ 2 વખત તેમની પુછપરછ પણ કરેલી છે.

સીબીઆઈએ 2020માં પશુઓની તસ્કરી મામલે કેસ દાખલ કર્યો હતો જેમાં અનુબ્રત મંડલનું નામ પણ સામે આવ્યું હતું. સીબીઆઈના કહેવા પ્રમાણે વર્ષ 2015થી 2017 દરમિયાન બીએસએફને 20,000 પશુઓના માથા મળી આવ્યા હતા. તે પશુઓની સરહદ પાર તસ્કરી કરવામાં આવી રહી હતી. આ કેસ અંતર્ગત તાજેતરમાં જ સીબીઆઈએ અનેક સ્થળોએ દરોડો પાડ્યો હતોત. એજન્સીએ મંડલના બોડીગાર્ડ સૈગલ હુસૈનની પહેલેથી જ ધરપકડ કરી લીધી છે.

સીબીઆઈ અધિકારી રાજીવ મિશ્રા અને તેમની ટીમની 5થી 6 ગાડીઓનો કાફલો અનુબ્રત મંડલના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં કેન્દ્રીય સુરક્ષા બળ હાજર હતું. એજન્સીએ મંડલના ઘરે જ થોડા સમય સુધી પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.  ઉપરાંત કેન્દ્રીય અધિકારીઓ ગૌ તસ્કરી અંગે બોલપુરના બેંક કર્મચારીઓની પણ પુછપરછ કરશે. સીબીઆઈ અધિકારીઓ જાણવા ઈચ્છે છે કે, ગૌ તસ્કરી મામલે કેટલી રકમ કયા ખાતામાં ક્યાંથી જમા થઈ.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular