IPL 2020 : હૈદરાબાદ સામે કોલકાતાની સાત વિકેટે જીત, શુભમન ગીલના 70 રન.

0
3

હૈદરાબાદ સામેની મેચને કોલકાતાએ 7 વિકેટે જીતી લીધી છે. 143 રનના ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદે 18 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને તેને મેળવી લીધો હતો. શુભમન ગીલના 70 રન અને મોર્ગને 72 રનની ઈનિંગ્સ રમી હતી.

IPLની 13મી સીઝનની આઠમી મેચ અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 142 રન બનાવી શકી હતી. મનિષ પાન્ડેએ 51 રન અને સાહાએ 30 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વરુણ, રસેલ અને પેટ કમિન્સે એક એક વિકેટ લીધી હતી.

કોલકાતાની ઈનિંગ

143 રનના ટાર્ગેટનો પીછો કરતા 6 રન પર કોલકાતાની પ્રથમ વિકેટ પડી હતી. નારાયણ શૂન્ય રને અહેમદની ઓવરમાં આઉટ થયો હતો. 43 રને કોલકાતાની બીજી વિકેટ પડી હતી. પાંચમી ઓવરમાં નીતિશ રાણા 13 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. તેણે છ ચોગ્ગા ફટકાર્યા હતા. સાતમી ઓવરમાં ત્રીજી વિકેટ પડી હતી. રાશિદ ખાનની ઓવરમાં દિનેશ કાર્તિક પણ શૂન્ય રને LBW આઉટ થયો હતો.

ગીલ અને મોર્ગન વચ્ચે 92 રનની ભાગીદારી

ગીલે 62 બોલમાં બે છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. જ્યારે મોર્ગને 29 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. ગીલ અન મોર્ગન વચ્ચે 92 રનની ભાગીદારી થઈ હતી.

હૈદરાબાદની બેટિંગ

પ્રથમ બેટિંગ કરતા 24 રન પર હૈદરાબાદની પ્રથમ વિકેટ પડી હતી. પેટ કમિન્સની ઓવરમાં જોની બેરસ્ટો બોલ્ડ થયો હતો. જોની બેરસ્ટોએ પાંચ રન બનાવ્યા હતા.

59 રન પર 10મી ઓવરમાં હૈદરાબાદની બીજી વિકેટ પડી હતી. ડેવિડ વોર્નર 36 રને આઉટ થયો હતો. વરુણ ચક્રવર્તીએ તેને આઉટ કર્યો હતો.

મનિષ પાન્ડે અને સાહા વચ્ચે 62 રનની ભાગીદારી

ડેવિડ વોર્નરની વિકેટ પડતા મનિષ પાન્ડે અને સાહાએ હૈદરાબાદની ઈનિંગ્સને મોટી ભાગીદારી દ્વારા આગળ વધારી હતી. બન્ને વચ્ચે 62 રનની ભાગીદારી થઈ હતી. મનિષ પાન્ડે 18મી ઓવરમાં 51 રન બનાવી આન્દ્રે રસેલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. સાહા 31 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. 121 રને ત્રીજી અને 138 રને ચોથી વિકેટ પડી હતી. નબી 11 રને અને અભિષેક શર્મા 2 રને નોટ આઉટ રહ્યા હતા.

આ સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ

કોલકાતાની સારી બોલિંગ હોવાથી હૈદરાબાદ મોટો સ્કોર કરી શકી ન હતી. હૈદરાબાદે કોલકાતાને 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અત્યાર સુધીનો આ સીઝનનો તે સૌથી નાનો ટાર્ગેટ છે. આ પહેલા દિલ્હીએ પંજાબને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીએ આ મેચ સુપર ઓવરમાં જીતી હતી.

બન્ને ટીમમાં બે બે ફેરફાર

કોલકતાએ પ્લેઈંગ ઈલેવનમાં સંદીપ શર્મા અને નિખિલ નાયકની જગ્યાએ નાગરકોટી અને વરૂણને તક આપી છે. જ્યારે હૈદરાબાદે ઈજાગ્રસ્ત મિશેલ માર્શની જગ્યાએ મોહમ્મદ નબી અને વિજય શંકરની જગ્યાએ રિદ્ધિમાન સાહાને ટીમમાં સ્થાન આપ્યું છે.

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, મોહમ્મદ નબી, રિદ્ધિમાન સાહા, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ અને ટી નટરાજન

કોલકાતાની પ્લેઈંગ 11: દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), શુભમન ગીલ, સુનીલ નારાયણ, નીતિશ રાણા, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, વરૂણ, કુલદીપ યાદવ, શિવમ માવી અને કમલેશ નાગરકોટી.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી

હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેમને ફ્રેંચાઇઝ સીઝન માટે રૂ. 12.50 કરોડ રૂપિયા ચૂકવશે. ત્યાર બાદ ટીમના અન્ય મોંઘા ખેલાડી મનીષ પાંડે (11 કરોડ) આવે છે. કોલકાતાનો સૌથી મોંઘો ખેલાડી પેટ કમિન્સ છે. સીઝન માટે તેને રૂ .15.50 કરોડ રૂપિયા મળશે. આ પછી સુનીલ નરેનનો નંબર આવે છે, જે સીઝનના 12.50 કરોડ રૂપિયા મળશે.

KKR માટે કાર્તિક, રસેલ અને નરેન કી-પ્લેયર્સ

કોલકાતાને ઓફ સ્પિનર અને ઓપનર બેટ્સમેન સુનીલ નરેન ઉપરાંત આંદ્રે રસેલ પાસે સૌથી વધુ આશા છે. 2019 સીઝનમાં રસેલે આક્રમક બેટિંગ કરતાં 52 સિક્સર મારી હતી. રસેલનો સૌથી વધુ 186.41 સ્ટ્રાઈક રેટ પણ રહ્યો છે.