કોલકાતાએ ચેન્નાઈને 10 રને હરાવ્યું : નાઈટ રાઈડર્સ ત્રીજી જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચ્યું.

0
10

IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 10 રને હરાવ્યું છે. 168 રનનો પીછો કરતા ચેન્નાઈ 20 ઓવરમાં 5 વિકેટે 157 રન જ કરી શક્યું હતું. રનચેઝ દરમિયાન ચેન્નાઈએ એક સમયે 10 ઓવરમાં 1 વિકેટે 90 રન કર્યા હતા. તેમને અંતિમ 10 ઓવરમાં 78 રનની જરૂર હતી, 9 વિકેટે હાથમાં હતી, તેમ છતાં તેઓ ફિનિશિંગ લાઈન ક્રોસ કરી શક્યા નહોતા. વોટ્સનના આઉટ થયા બાદ કોલકાતાએ મેચમાં વાપસી કરી હતી. તેમના માટે શિવમ માવી, વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ, કમલેશ નાગરકોટી અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી.

મહેન્દ્રસિંહ ધોની 11 રને વરુણ ચક્રવર્તીની બોલિંગમાં બોલ્ડ થયો.

વોટ્સનની IPLમાં 21મી ફિફટી

શેન વોટ્સને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 40 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. આ તેની લીગમાં 21મી ફિફટી હતી. તે સુનિલ નારાયણની બોલિંગમાં LBW થયો હતો. અગાઉ તેનો સાથી ફાફ ડુ પ્લેસીસ શિવમ માવીની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો. તેણે 10 બોલમાં 3 ફોરની મદદથી 17 રન કર્યા હતા. જ્યારે, અંબાતી રાયુડુ 30 રને નાગરકોટીની બોલિંગમાં લોન્ગ-ઓન પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો.

કોલકાતાએ 168 રનનો ટાર્ગેટ આપ્યો

કોલકાતા નાઈટ રાઇડર્સ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 167 રને ઓલઆઉટ થયું છે. કોલકાતા માટે ઓપનર રાહુલ ત્રિપાઠીએ સર્વાધિક 81 રન કર્યા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહોતો. ચેન્નાઈ સુપરકિંગ્સ માટે ડ્વેન બ્રાવોએ 3 વિકેટ, જ્યારે સેમ કરન, શાર્દુલ ઠાકુર અને કર્ણ શર્માએ 2-2 વિકેટ લીધી.

IPLમાં સૌથી વધુ વિકેટ:

  • 170- લસિથ મલિંગા
  • 160- અમિત મિશ્રા
  • 156- પિયુષ ચાવલા
  • 150*- ડ્વેન બ્રાવો
  • 150- હરભજન સિંહ

રાહુલની IPLમાં પાંચમી ફિફટી; મોર્ગન અને રસેલે નિરાશ કર્યા

ઓપનર રાહુલ ત્રિપાઠીએ ઓપનિંગની તકનો ફાયદો ઉઠાવતા 51 બોલમાં 8 ફોર અને 3 સિક્સની મદદથી 81 રન કર્યા હતા. આ તેની લીગમાં પાંચમી ફિફટી હતી. તે બ્રાવોની બોલિંગમાં શોર્ટ-થર્ડ મેન પર વોટ્સનના હાથે કેચ આઉટ થયો હતો. જ્યારે અગાઉ ઓઇન મોર્ગન અને આન્દ્રે રસેલ જેવા હીટર્સે નિરાશ કર્યા હતા. મોર્ગન 7 રને સેમ કરનની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી રસેલ પણ સસ્તામાં આઉટ થયો હતો. તે 2 રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો.

જાડેજાનો શાનદાર કેચ

સુનિલ નારાયણ કર્ણ શર્માની બોલિંગમાં બાઉન્ડ્રી પર જાડેજા/ડુ પ્લેસીસની જોડી દ્વારા કેચ આઉટ થયો હતો. જાડેજાએ ડીપ મિડવિકેટ પર ડાઇવ લગાવીને કેચ કર્યો અને બેલેન્સ જાળવી રાખતા બાઉન્ડ્રીની અંદર રહેતા ડુ પ્લેસીસને બોલ ફેંક્યો હતો. નારાયણે 9 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 17 રન કર્યા હતા.

ગિલ અને રાણા ફ્લોપ રહ્યા

શુભમન ગિલ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ધોની દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 1 ફોરની મદદથી 11 રન કર્યા હતા. તે પછી નીતીશ રાણા 9 રને કર્ણ શર્માની બોલિંગમાં જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ લીધી

IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. કોલકાતાએ લીગમાં 69 મેચ પછી ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો લીધો છે. છેલ્લે તેમણે ટોસ જીતીને બેટિંગ લીધી હોય, તેવું મે 2015માં બન્યું હતું. ​​​​​કોલકાતાએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે ચેન્નાઈએ પોતાની ટીમમાં એક બદલાવ કરતા પિયુષ ચાવલાની જગ્યાએ કર્ણ શર્માને પોતાની ટીમમાં સ્થાન આપ્યું છે.

કોલકાતાની પ્લેઈંગ 11: દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી અને કમલેશ નાગરકોટી

ચેન્નાઈની પ્લેઈંગ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કપ્તાન/વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here