Friday, September 17, 2021
Homeચીનના વુહાનમાં એક વર્ષ બાદ કોરાનાનો કેસ સામે આવ્યો
Array

ચીનના વુહાનમાં એક વર્ષ બાદ કોરાનાનો કેસ સામે આવ્યો

કોરોનાની શરુઆત જ્યાંથી થઈ હતી તે ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. એ બાદ હવે સરકારે આખા શહેરના તમામ લોકોનો ટેસ્ટ કરવાનુ નક્કી કર્યુ છે.

વુહાનમાં ડિસેમ્બર 2019માં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. એ પછી આ વાયરસ જોત જોતામાં દુનિયામાં ફેલાઈ ગયો હતો. હજી પણ તેનો કહેર યથાવત છે અને લાખો લોકો જીવ ગુમાવી ચુકયા છે.

વુહાનના અધિકારીએ કહ્યુ હતુ કે, 1.1 કરોડની વસતીવાળા શહેરના તમામ નાગરિકોના ટેસ્ટ કરવામાં આવશે. શહેરના તમામ નાગરિકોને ઘરમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.વાહન વ્યવહાર પણ સ્થગિત કરવામાં આવ્યો છે.

મંગળવારે ચીનમાં 61 કેસ નોંધાયા છે અને આ તમામ કેસ ડેલ્ટા વેરિએન્ટના હોવાનુ મનાઈ રહ્યુ છે. ચીનની રાજધાની બિજિંગ સહિતના મુખ્ય શહેરોમાં લાખો લોકોનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.

નાનજિંગ શહેરમાં સ્થિતિ ખરાબ છે અને અહીંના એરપોર્ટ પરથી તમામ ફ્લાઈટને 11 ઓગસ્ટ સુધી રોકી દેવામાં આવી છે. આ શહેરના તમા 93 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments