ગુજરાત : રાજ્યમાં 88 % કેસ અને 90 ટકા મોત, માત્ર અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લામાં!

0
0

અમદાવાદ. રાજ્યમાં કુલ 22,067 કેસમાંથી 15,635 એકલા‌ અમદાવાદ જિલ્લામાં છે. સુરતમાં 2367 અને વડોદરા જિલ્લામાં 1434 કેસ નોંધાયા છે. આ ત્રણ જિલ્લામાં 19436 કેસ એટલે કે 88 ટકા કેસ છે. કુલ 1385 મૃત્યુમાંથી અમદાવાદમાં 1117, સુરતમાં 90, વડોદરામાં 43 છે. ત્રણ જિલ્લાઓમાં મળીને 1250 એટલે કે 90 ટકા મૃત્યુ છે. વસ્તી મુજબ મૃત્યુ અને રીકવરી રેશિયોમા ગુજરાત દેશમાં આગળ છે જ્યારે ટેસ્ટમાં પાછળ છે.

અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ 22,067 કેસો નોંધાયા

રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યારસુધીમાં રાજ્યમાં સંક્રમણના કુલ 22,067 કેસો નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1385 પહોંચ્યો છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ 15,109 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ 

નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 330, સુરતમાં 86, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7, મહેસાણા અને આણંદમાં 5-5, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 3-3, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદમાં 2-2, પંચમહાલ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને નર્મદામાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે.

છેલ્લા 13 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)

 

કુલ 22,067 દર્દી, 1385ના મોત અને  15,109 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 15,635 1117 10,875
સુરત 2367 90 1584
વડોદરા 1434 43 900
ગાંધીનગર 445 19 209
ભાવનગર 157 12 115
બનાસકાંઠા 147 8 105
આણંદ 124 12 99
અરવલ્લી 132 11 117
રાજકોટ 140 5 81
મહેસાણા 170 8 102
પંચમહાલ 110 13 83
બોટાદ 60 2 55
મહીસાગર 116 2 107
પાટણ 107 8 77
ખેડા 101 5 64
સાબરકાંઠા 133 5 92
જામનગર 71 3 45
ભરૂચ 69 4 37
કચ્છ 95 5 68
દાહોદ 48 0 34
ગીર-સોમનાથ 49 0 45
છોટાઉદેપુર 39 0 32
વલસાડ 57 3 30
નર્મદા 24 0 19
દેવભૂમિ દ્વારકા 15 0 12
જૂનાગઢ 42 1 28
નવસારી 35 1 24
પોરબંદર 14 2 9
સુરેન્દ્રનગર 61 3 33
મોરબી 6 1 4
તાપી 6 0 5
ડાંગ 4 0 2
અમરેલી 19 2 9
અન્ય રાજ્ય 35 0 8
કુલ 22,067 1385 15,109

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here