કોરોના ઈન્ડિયા : 2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

0
0

નવી દિલ્હી. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 2 લાખ 87 હજાર 155 થઈ ગઈ છે. આ પહેલા 24 કલાકમાં 11 હજાર 156થી વધારે દર્દીઓ મળ્યા હતા. સાથે જ 7 જૂને સૌથી વધારે 10 હજાર 884  કોરોના પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે તે સંક્રમિતોના મામલામાં દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે. અહીંયા ગુરુવાર સવાર સુધી 11 હજાર 610 કેસ થઈ ગયા હતા. આ આંકડાઓ  covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી માહિતીના આધારે છે.

આ સાથે જ સારા સમાચાર એ છે કે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે 6326 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી દેશમાં 1 લાખ 40 હજાર 979 સંક્રમિત સાજા થયા છે. તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 10 હજારથી વધારે કેસ થઈ ગયા છે. તે છઠ્ઠુ એવું રાજ્ય બની ગયું છે, જ્યાં હવે સૌથી વધારે કેસ થયા છે.

દેશમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ 387 લોકોના મોત

દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 8,106 થઈ ગઈ છે. બુધવારે એક જ દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે 387 લોકોના મોત થયા હતા. આ પહેલા 6 જૂને સૌથી વધારે 298 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 110 દર્દીઓના મોત થયા હતા. અહીંયા મૃતકોનો આંકડો એક હજારની પાસે પહોંચ્યો છે. અહીંયા અત્યાર સુધી 984 લોકોના મોત થયા છે. સાથે જ ગઈ કાલે મહારાષ્ટ્રમાં 149 લોકોના મોત થયા હતા. અહીંયા મૃતકોની સંખ્યા હવે 3,438 થઈ ગઈ છે.

આ રાજ્યોમાં પણ મોત થયા

દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 17 રાજ્યોમાં બુધવારે કોરોનાથી લોકોના મોત થયા હતા. ગુજરાતમાં 34 સંક્રમિતોએ દમ તોડ્યો હતો. ઉત્તરપ્રદેશમાં પહેલી વખત એક દિવસમાં 20 દર્દીઓના મોત થયા હતા. તો બીજી બાજુ તમિલનાડુમાં 19, પશ્વિમ બંગાળમાં 17, તેલંગાણામાં 8, મધ્યપ્રદેશ અને હરિયાણમાં 7-7, રાજસ્થાનમાં 04, કર્ણાટક, જમ્મુ-કાશ્મીરમાં 3-3, ઉત્તરાખંડમાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ અને હિમાચલપ્રદેશમાં 1-1ના મોત થયા હતા.

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃરાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારથી વધારે થઈ ગઈ છે. બુધવારે 200 દર્દી મળ્યા હતા. જેમાં ભોપાલમાં 78 કેસ સામે આવ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2005 થઈ ગઈ હતી. તો બીજી બાજુ ઈન્દોરમાં 3830થી વધારે દર્દીઓ મળ્યા છે. સારા સમાચાર એ છે કે અહીંયા રિકવરી રેટ 64% સુધી પહોંચી ગયો છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ખુશી વ્યક્ત કરી તેમણે સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રા સાથે વાત કરી હતી.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,610 થઈ ગઈ છે. અહીંયા બુધવારે 275 કોરોના પોઝિટિવ મળ્યા હતા. બુધવારે જૌનપુરમાં 24 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 352 થઈ ગઈ હતી. કાનપુરમાં સતત વધી રહેલા કેસના કારણે ધાર્મિક સ્થળોને 30 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં બુધવારે 3254 નવા કોરોના દર્દી મળ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા 94,041 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં 149 કોરોના દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ મૃતકોનો આંકડો 3438 થઈ ગયો છે.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુવારે 355 કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમાંથી 40 જયપુરમાં, 34 ભરતપુરમાં, પાલી અને સીકરમાં 11-11, ઝૂંઝૂનૂમાં 09, નાગૌરમાં 05, કોટામાં 3 અને અલવરમાં 2 સંક્રમિત મળ્યા હતા. રાજસ્થાન સરકારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પોતાના રાજ્યની સરહદોને સીલ કરી દીધી છે. માત્ર એવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે, જેમની પાસે પાસ હશે.

બિહારઃ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, બુધવારે 243 કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 5698 થઈ ગઈ હતી. મંગળવારે બે કોરોના દર્દીઓના મોત થયા હતા. જેમાંથી એક ઔરંગાબાદના એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here