કોરોના વર્લ્ડ : બ્રાઝીલમાં એક દિવસમાં 32 હજાર કેસ નોંધાયા; પેરુમાં સંક્રમિતોનો આંકડો બે લાખને પાર

0
0

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં  73.43 લાખ કેસ નોંધાયા છે. જેમાં 4 લાખ 14 હજાર 124 લોકોના મોત થયા છે. 36 લાખ 20 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં એક દિવસમાં 32 હજાર કેસ નોંધાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી બ્રાઝીલ સરકારે વેબસાઈટ ઉપર ડેટા અપડેટ કર્યા છે. પેરુમાં સંક્રમિતોનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે.

પાકિસ્તાન ઉપર WHOનું દબાણ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પાકિસ્તાનને લોકડાઉન લગાવવા કહ્યું છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન પહેલા જ તેનો ઈનકાર કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થશે.પાકિસ્તાને ગત મહિને પણ લોકડાઉન લાગુ કર્યું હતું. પરંતુ તેની અસર જોવા મળી ન હતી.અહીના ડોક્ટર એસોસિએશને પણ મે મહિનાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે જો લાકડાઉન લાગુ ન કરાયું તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.

ઈમરાનની મજબૂરી

પાકિસ્તાનમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં સંક્રમણ શરૂ થયું હતું. કેસ વધ્યા તો ઈમરાન ખાન ઉપર દબાણ વધ્યું હતું. અલગ-અલગ વિસ્તારમાં થોડા પ્રમાણમાં લોકડાઉન લગાવાયું હતું. તેનો ફાયદો એટલા માટે ન થયો કારણકે તેનું કડક રીતે પાલન ન થયું. ઈમરાન ખાને કહ્યું હતું કે દેશ લોકડાઉનના કારણે આર્થિક બોજો પડશે તેને સહન કરી સકશે નહીં. પાકિસ્તાનમાં 1 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 2172 લોકોના મોત થયા છે.

અમેરિકામાં 1.14 લાખના મોત

અમેરિકામાં 20 લાખ 45 હજાર 549 કેસ નોંધાયા છે જેમાં 1.14 લાખ લોકોના મોત થયા છે. અહીં 7.89 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં એક દિવસમાં 32 હજાર કેસ નોંધાયા

મંગળવાર બ્રાઝીલ માટે ચિંતાજનક રહ્યો હતો. આ દિવસે 32 હજાર 91 નવા કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 7.42 લાખથી વધારે કેસ નોંધાયા છે. 38 હજાર 497 લોકોના મોત થયા છે.

પેરુમાં બે લાખ કેસ

પેરુમાં 24 કલાકમાં 167 લોકોના મોત થયા છે. અહીં કુલ 2 લાખ 3 હજાર 736 કેસ નોંધાયા છે અને 5,738 લોકોના મોત થયા છે.

ચીનમાં ત્રણ નવા કેસ

ચીનમાં બુધવારે ત્રણ નવા કેસ નોંધાયા છે. ચીનના હેલ્થ મિનિસ્ટ્રી મુજબ ત્રણેય કેસ બીજા દેશમાંથી આવેલા છે. ચીનમાં હાલ 55 એક્ટિવ કેસ છે. સંક્રમિત દેશની યાદીમાં ચીન 18 નંબરે છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 20,45,549 114,148
બ્રાઝીલ 742,084 38,497
રશિયા 485,253 6,142
બ્રિટન 289,140 40,883
સ્પેન 289,046 27,136
ભારત 276,146 7,750
ઈટાલી 235,561 34,043
પેરુ 203,736 5,738
જર્મની 186,516 8,831
ઈરાન 175,927 8,425
તુર્કી 172,114 4,729
ફ્રાન્સ 154,591 29,296
ચીલી 142,759 2,283
મેક્સિકો 124,301 14,649
સાઉદી અરબ 108,571 783
પાકિસ્તાન 108,317 2,172
કેનેડા 96,653 7,897
ચીન 83,046 4,634
કતાર 71,879 62
બાંગ્લાદેશ 71,675 975
બેલ્જિયમ 59,437 9,619
દ. આફ્રિકા 52,991 1,162
બેલારૂસ 50,265 282
નેધરલેન્ડ 47,903 6,031

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here