કોરોના ઈન્ડિયા : એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

0
6
 • કેજરીવાલ સરકારે લક્ષણ વગરના દર્દીઓને 24 કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ કર્યો
 • સંક્રમણના મામલામાં ભારત ઈટાલીથી પણ આગળ છઠ્ઠા નંબરે પહોંચી ગયું
 • દેશમાં કોરોના સંક્રમણથી 6649 મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 2849 લોકોના મોત
 • શુક્રવારે સૌથી વધારે મહારાષ્ટ્રમાં 2436, તમિલનાડુમાં 1438 અને દિલ્હીમાં 1330 કેસ સામે આવ્યા

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 46 હજાર 394 થઇ ગઇ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધુ 10 હજાર 293 કેસ વધ્યા અને 5368 દર્દી સ્વસ્થ થયા હતા. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 297 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના લીધે મોતનો આંકડો 6946 થયો છે. અત્યારે 1.20 લાખ એક્ટિસ કેસ છે. આ આંકડા Covid19india.org અને રાજ્ય સરકારો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે છે.

શનિવારે મહારાષ્ટ્રમાં 2739 નવા કેસ નોંધાયા હતા. મુંબઇમાં જ સંક્રમિતોની સંખ્યા 47 હજારથી વધુ થઇ ગઇ છે. રાજ્યમાં 2969 લોકોના કોરોનાથી મોત થયા છે. મહામારી સામે લડવા માટે ઉદ્ધવ સરકારે રેમડેસિવીર દવાની 10 હજાર બોટલ ખરીદવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું- WHOની સલાહ છે કે આ દવાના ઉપયોગથી કોરોનાનો ઇલાજ કરવામાં સારા પરિણામ મળશે.

એક અઠવાડિયામાં 1838 લોકોના મોત

છેલ્લા એક અઠવાડિયામાં મરનારાઓની સંખ્યા વધી છે. આ સાત દિવસોમાં 1838 લોકોના મોત થયા છે. શુક્રવારે એક દિવસમાં સૌથી વધુ 286 મોત થયા હતા. આ પહેલા ગુરૂવારે 274 લોકોના મોત થયા હતા. શુક્રવારે સૌથી વધારે મોત 139 લોકોના મોત થયા હતા. અત્યારસુધી રાજ્યમાં એક દિવસમાં થયેલી મોતનો આ સૌથી મોટો આંકડો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, લોકડાઉન ખોલ્યા પછી કેન્દ્ર સરકારે કોરોના સામેની લડાઈ માટેની તૈયારી વધારી દીધી છે. છેલ્લા 6 દિવસોમાં કોરોનાની તપાસ માટે નવી 66 લેબ ખોલવામાં આવી છે. જેમાં 48 સરકારી અને 18 પ્રાઈવેટ લેબ છે. હવે તેમાં દરરોજ 10 હજારથી વધારે સેમ્પલની તપાસ થઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ 37 હજાર 938 સેમ્પલની તપાસ કરાઈ છે. અત્યાર સુધી દેશમાં 45 લાખ 24 હજાર 317 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.

જોકે સારા સમાચાર તો એ છે કે દેશમાં રિકવરી રેટ સારો છે જેના કારણે એક્ટિવ કેસ(જે દર્દીઓની સારવાર ચાલી રહી છે)ના વધવાની સરેરાશ ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે દર દિવસે સરેરાશ 4.6%ના દરે કેસ વધી રહ્યા હતા. એ પહેલાના સપ્તાહમાં આ ગતિ 4.9% હતી, એટલે આમા 0.3%નો ઘટાડો જોવા મળ્યો હતો.

ભારત ઈટાલી કરતા આગળ

સંખ્યાના આધારે ભારત કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા ઈટાલીથી પણ આગળ નીકળી ગયો છે. https://www.worldometers.info/coronavirus/ના જણાવ્યા પ્રમાણે, ભારત હવે છઠ્ઠા જ્યારે ઈટલી સાતમા ક્રમે છે. આ આંકડા પ્રમાણે ભારતમાં શનિવાર સવાર સુધી 2 લાખ 36 હજાર 184 કેસ હતા. જ્યારે આ સમયે ઈટલીમાં આંકડો 2 લાખ 34 હજાર 531 હતો. જો કે, મોતની સરખામણીમાં તો ઘણું અંતર છે. ભારતમાં 6 હજાર 649 જ્યારે ઈટાલીમાં 33 હજાર 774 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત પાંચ દેશ અમેરિકા, બ્રાઝિલ, રશિયા, સ્પેન અને બ્રિટન છે.

અપડેટ્સ 

 • ITBPમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 3 નવા કેસ સામે આવ્યા છે.
 • EDની ઓફિસમાં છ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. હવે આ ઓફિસને 48 કલાક માટે બંધ કરી દેવાઈ છે.
 • ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન આજે બંધ છે, જ્યાં કોરોનાના કેસ 10 હજારથી વધી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણથી 218 લોકોના મોત થયા છે.
 •  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાની એક પણ હોસ્પિટલ કોરોનાના શંકાસ્પદોની તપાસ કરવા માટે ના નહીં પાડે. અને જો આવું કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેશે. તપાસ બાદ જો દર્દી કોરોના પોઝિટિવ મળી આવશે, તો પછી નિયમ પ્રમાણે તેની સારવાર કરવામાં આવશે.
 •  પંજાબ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, 8 જૂનથી ધાર્મિક સ્થળ સવારે પાંચ વાગ્યાથી 8 વાગ્યા સુધી જ ખુલશે. પૂજાના વખતે લોકોની સંખ્યા 20થી વધારે ન હોવી જોઈએ. હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલને ખોલવા અંગે પણ સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. રેસ્ટોરન્ટ માત્ર ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા માટે જ ખુલ્લા રહેશે.
 • ભારતીય રેલવેએ જણાવ્યું કે, અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. જેમાં 58 લાખ પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચ્યા છે
 • દિલ્હીમાં કોરોના દર્દીઓે માટે 8500 બેડની વ્યવસ્થા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. સાથે જ કેજરીવાલ સરકારે લક્ષણ વગરના દર્દીઓને 24 કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ આપ્યો છે
 • કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 9887 કેસ સામે આવ્યા હતા.સાથે જ 294 લોકોના મોત થયા છે. આ દરમિયાન દેશમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 36 હજાર 657 થઈ ગઈ છે. જેમાં 1 લાખ 15 હજાર 942 એક્ટિવ કેસ છે. એક લાખ 14 હજાર 073 સાજા થઈ ચુક્યા છે. સાથે જ 6642 લોકોના મોત થયા છે.
 • દિલ્હીમાં ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનો એક કર્મચારી પોઝિટિવ મળ્યો છે. દિલ્હીના લોક નાયક ભવન ખાતે કાર્યાલયનો આ કેસ છે. શુક્રવારે બિલ્ડીંગ સેનેટાઈઝ કરાઈ છે. ઓફિસ આજે પણ સીલ રહેશે.
 • રાજસ્થાન દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે, જ્યાં કોરોનાના કેસ 10 હજારથી પણ વધારે છે. રાજ્યમાં અત્યાર સુધી 218 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.

છેલ્લા 15 દિવસના એક્ટિવ કેસ

તારીખ એક્ટિવ કેસ વધારો ટકાવારી
30 મે 78729 3856 4.5
31 મે 93368 3639 4.6
01 જૂન 101070 3640 4.6
02 જૂન 101070 4062 4.2
03 જૂન 106711 5641 5.6
04 જૂન 111893 5182 4.9
05 જૂન 116290 4397 3.9

રાજ્યોની સ્થિતિ 
મધ્યપ્રદેશઃ ભોપાલના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, ભોપાલમાં શનિવારે 39 નવા કોરોના સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1721 થઈ ગઈ છે. સાથે જ 784 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ભોપાલ જિલ્લામાં અત્યાર સુધી 61 સંક્રમિતોના મોત થયા છે.

અહીંયા શુક્રવારે 234 નવા દર્દી સામે આવ્યા અને 7 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 54, ભોપાલમાં 52, નીમચમાં 38, ખરગોનમાં 12, ઉજ્જૈન અને સાગરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8996 થઈ ગઈ છે, જ્યારે 384 લોકોના મોત થયા છે

ઉત્તરપ્રદેશઃ ભોપાલના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે, ભોપાલમાં શનિવારે 39 નવા કોરોના સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ રાજધાનીમાં સંક્રમિતોની સંખ્યા વધીને 1721 થઈ ગઈ છે. સાથે જ 784 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ભોપાલ જિલ્લામાં અત્યાર સુધી 61 સંક્રમિતોના મોત થયા છે.

અહીંયા શુક્રવારે એક દિવસમાં સૌથી વધારે 496 નવા દર્દી મળ્યા હતા અને 12 લોકોના મોત થયા હતા. હવે સંક્રમિતોની સંખ્યા 9733એ પહોંચી ગઈ છે, જ્યારે 5648 સાજા પણ થયા હતા. આ બિમારીથી રાજ્યમાં 257 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ  મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં પોલીસકર્મીઓનો સંક્રમિત થવાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જો કે, બે પોલીસકર્મીઓના સંક્રમણથી મોત થયા છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 2,561 સુધી પહોંચી ગઈ છે.અહીંયા શુક્રવારે 2436 નવા કેસ મળ્યા હતા, જ્યારે એક દિવસમાં રેકોર્ડ 139 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 80 હજાર 229 થઈ ગઈ હતી. જેમાંથી 35 હજારથી વધારે સાજા પણ થયા હતા.દેશના કુલ દર્દીઓમાંથી 35 ટકા તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. અત્યાર સુધી 2849 લોકોના મોત થયા છે જેમાંથી 31 પોલીસકર્મી પણ હતા.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં શનિવારે 44 નવા કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમા પાલીમાં 14, ચુરુમાં 10, જયપુરમાં 09, કોટામાં 3, બીકાનેર, દૌસા, ધૌલપુર, ચિત્તોડગઢ, બારા, ભીલવાડા અને અન્ય રાજ્યમાંથી આવેલા 1-1 વ્યક્તિ સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં કુલ પોઝિટિવની સંખ્યા 10128એ પહોંચી ગઈ છે.અહીંયા શુક્રવારે 222 સંક્રમિત મળ્યા અને 5 દર્દીઓના મોત થયા. જોધપુરમાં 51, ભરતપુરમાં 42, ઝાલાવાડમાં 24, પાલીમાં 19, સીકરમાં 17 અને જયપુરમાં 16 કેસ મળ્યા હતા. આ રીતે રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 84 કેસ સામે આવી ચુક્યા છે.

બિહારઃ રાજ્યના બિહારના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, શનિવારે રાજ્યમાં 147 પોઝિટિવ કેસ મળ્યા હતા. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા 4936 થઈ ગઈ છે. શુક્રવારે 146 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું હતું.રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4598 થઈ ગઈ છે. શુક્રવારે 146 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું છે. અત્યાર સુધી 88313 સેમ્પલની તપાસ થઈ ચુકી છે. લગભગ 21 લાખ પ્રવાસી મજૂર બિહાર આવી ચુક્યા છે અને જેમાંથી 11 લાખ ક્વૉરન્ટીન પિરીયડ પુરો કરીને પોતાના ઘરે પાછા ફર્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here