Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 69.75 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. જેમા 4 લાખ 2 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. 34.11 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રિટનમાં મોતનો આંકડો 40 હજારને પાર થઈ ગયો છે. છતા અહીની સરકારે 15 જૂનથી ચર્ચમાં પ્રેયર કરવા માટે લોકોને મંજૂરી આપી છે. જોકે શરત એ છે કે એકલા જવાનું રહેશે. બ્રિટનમાં કુલ પોઝિટિવ કેસ 2 લાખ 84 હજાર 868 નોંધાયા છે.

અમેરિકામાં કેસ 20 લાખની નજીક

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 19.89 લાખે પહોંચી ગઈ છે. 1.12 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 7.52 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ઈરાકમાં કર્ફ્યુ લંબાવાયો

કોરોના વાઈરસના કારણે મૃત્યુઆંક વધવાના કારણે ઈરાકે 13 જૂનથી એક સપ્તાહ માટે કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઈરાકના પ્રધાનમંત્રી મુસ્તફા અલ ખાદિમીએ આ જાહેરાત કરી છે. દેશમાં  11 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે અને 318 લોકોના મોત થયા છે.

ઓસ્ટ્રેલિયામાં સરકાર એવિએશન સેક્ટરને મદદ આપશે

ઓસ્ટ્રેલિયાની સરકારે એવિએશન સેક્ટરને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. તે માટે 9067 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. નાયબ પ્રધાનમંત્રી મેક્કોમાર્કે કહ્યું કે આ ફંડથી ઓસ્ટ્રેલિયાની એરલાયન ઓપરેટર જરૂરી સેવા ચાલું રાખી શકશે.

બ્રાઝીલે કોરોના સાથે જોડાયેલા આંકડા વેબસાઈટ ઉપરથી હટાવ્યા

બ્રાઝીલે એક વેબસાઈટ પરથી કોરોના સાથે જોડાયેલા આંકડા શનિવારે હટાવી દીધા છે. આ વેબસાઈટ ઉપર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા, મોત અને સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા દર્શાવાતી હતી. બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 6 લાખ 76 હજાર 494 કેસ નોંધાયા છે અને 36 હજાર 44 લોકોના મોત થયા છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ.

દેશ કેસ મોત
અમેરિકા 19,88,544 112,096
બ્રાઝીલ 676,494 36,044
રશિયા 458,689 5,725
સ્પેન 288,390 27,135
બ્રિટન 284,868 40,465
ભારત 246,622 6,946
ઈટાલી 234,801 33,846
પેરુ 191,758 5,301
જર્મની 185,696 8,769
ઈરાન 169,425 8,209
તુર્કી 169,218 4,669
ફ્રાન્સ 153,634 29,142
ચીલી 127,745 1,541
મેક્સિકો 113,619 13,511
સાઉદી અરેબિયા 98,869 676
કેનેડા 95,057 7,773
પાકિસ્તાન 93,983 1,935
ચીન 83,036 4,634
કતાર 67,195 51
બાંગ્લાદેશ 63,026 846
બેલ્જિયમ 59,072 9,580
બેલારુસ 47,751 263
નેધરલેન્ડ 47,335 6,011
દ. આફ્રિકા 45,973 952
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments