કોટક મહિન્દ્રા બેંક 6.65% વ્યાજ દરે હોમ લોન આપી રહી છે, નવા વ્યાજ દર 1 માર્ચથી લાગુ થઈ ગયા

0
12

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બાદ હવે કોટક મહિન્દ્રાએ પણ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે તેમાં 10 બેઝિઝ પોઈન્ટ (bps)નો ઘટાડો કર્યો છે. ત્યારબાદ હોમ લોનના વ્યાજ દર ઘટીને 6.65% થઈ ગયા છે. આ વ્યજ દર કોઈપણ બેંક અથવા NBFC કરતાં ઓછા છે. નવા વ્યાજ દર 1 માર્ચથી લાગુ થઈ ગયા છે.

31 માર્ચ સુધી ઓછા વ્યાજે લોન મળશે

બેંકની આ એક સ્પેશિયલ ઓફર છે જે 31 માર્ચ 2021 સુધી લાગુ છે. આ તમામ લોન અકાઉન્ટ્સમાં લાગુ છે. પ્રાઈવેટ લેન્ડરના જણાવ્યા પ્રમાણે, વ્યાજ દર ઉધાર લેનારાઓના ક્રેડિટ સ્કોર અને લોન ટૂ વેલ્યૂ રેશિયો સાથે લિંક્ડ હશે. આ દર હોમ લોન અને બેલેન્સ ટ્રાન્સફર લોન પર પણ લાગુ હશે. આ વ્યાજ દર તમામ અમાઉન્ટ પર લાગુ હોય છે.

ક્રેટિડ સ્કોર હશે મહત્ત્વપૂર્ણ

કોટક બેંકની આ ઓફર તમામ લોન અકાઉન્ટ્સમાં લાગુ છે. નોકરી કરતા અને સેલ્ફ એમ્પ્લોઈડ બંને આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. બેંકના અનુસાર, હોમ લોન લેવા માટે Kotak Digi Home Loans દ્વારા અપ્લાઈ કરવા પર પ્રોસેસિંગ ટાઈમ પણ ઘણો ઓછો થશે.

SBIએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો

SBIએ પણ 1 માર્ચથી વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. તેનાથી SBIની હોમ લોન 6.70 ટકા થઈ ગઈ છે. બેંકના જણાવ્યા પ્રમાણે, આ ઓફર માત્ર 31 માર્ચ 2021 સુધી રહેશે. એટલું જ નહીં SBIએ 31 માર્ચ સુધી 100% પ્રોસેસિંગ ફી માફ કરવાની જાહેરાત કરી છે. એટલે કે તમારી કુલ લોન પર લગભગ 1%ની બચત થશે. સામાન્ય રીતે પ્રોસેસિંગ ફી 0.8%થી 1%ની વચ્ચે હોય છે. 20 લાખની લોન પર તમને 18થી 20 હજાર રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે.

કઈ બેંક કયા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે

બેંક વ્યાજ દર (%)
કોટક મહિન્દ્રા 6.65
SBI 6.70
સિટી બેંક 6.75
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 6.80
પંજાબ નેશનલ બેંક 6.80
HDFC 6.80
બેંક ઓફ બરોડા 6.85
બેંક ઓફ ઈન્ડિયા 6.85
એક્સિસ 6.90
LIC હાઉસિંગ ફાઈનાન્સ 6.90
ICICI 6.90

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here