શેરબજાર સેન્સેક્સ 515 અંક ઘટ્યો, નિફ્ટી 8500ની નીચે; કોટક મહિન્દ્રા, ઈન્ફોસિસના શેર ઘટ્યા

0
8

મુંબઈ. ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 515 અંક ઘટીને 28952 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 149  અંક ઘટીને 8448 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસલઈન્ડ બેન્ક, એચયુએલ, નેસ્લ, પાવરગ્રીડ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. આ સિવાય કોટક મહિન્દ્રા, ઓએનજીસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ અને ઈન્ફોસિસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમેરિકાના બજારોમાં ઘટાડો રહ્યો

મંગળવારે અમેરિકાના બજારોની સાથે વિશ્વભરના ઘણા બજારોમાં ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ 1.84 ટકા ઘટાડાની સાથે 410.32 અંક ઘટીને 21917.20 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક 0.95 ટકા ઘટાડાની સાથે 74.05 અંક નીચે 7,700.10 પર બંધ થયો હતો. બીજી તરફ એસએન્ડપી 1.50 ટકા ઘટાડાની સાથે 42.06 અંક ઘટીને 2584.59 પર બંધ થયો હતો. જોકે ફ્રાન્સની CAC 400.40 ટકા વધારાની સાથે 4,396.12 અંક પર બંધ થયો હતો. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 19.74 અંકની તેજીની સાથે 2,770.04 અંક પર બંધ થયું હતું.

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- ગ્લોબલ ઈકોનોમિમાં મંદી આવશે

સંયુક્ત રાષ્ટ્ર(UN)એ કહ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થાને આ વર્ષે મંદી સહન કરવી પડશે. કારણ કે કોરોનાવાઈરસના પગલે મોટી આર્થિક નુકસાનની શકયતા છે. તેનાથી વિકાસશીલ દેશોને વધુ મુશ્કેલી થશે. જોકે યુએનએ કહ્યું છે કે તેનાથી ભારત અને ચીન પર અસપ પડવાની શકયતા છે. સંયુક્ત રાષ્ટ્રના ટ્રેડ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની બે તૃતીયાંશ વસ્તી વિકાસશીલ દેશોમાં રહે છે. આ દેશોએ કોરોનાવાઈરસના સંકટના કારણે મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડી શકે છે. તેના માટે 187.50 લાખ કરોડ રૂપિયાના રેસ્ક્યુ પેકેજની જરૂરિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here