આમ આદમી પાર્ટીને રાહત: 11 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની અરજી કોવિંદે ફગાવી

0
8

નવી દિલ્હી તા.6
આમ આદમી પાર્ટી (આપ)ને મોટી રાહત મળી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપના 11 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની અરજી ફગાવી દીધી છે.


ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં લાભનું પદ- ઓફીસ ઓફ પ્રોફીટ ધરાવતા હોવાથી તેમને ગેરલાયક ઠરાવવા અરજી થઈ હતી. રાષ્ટ્રપતિએ આ અરજી ચૂંટણીપંચની સલાહથી ફગાવીદીધી હતી. માર્ચ 2017માં વિવેક ગર્ગ નામના અરજદારે દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાસ ગેહલોત સહિત 11 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા માંગણી કરી હતી.
અન્યથા પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષથી શરૂઆતમાં થવાની સેવાથી એપ માટે ઝાઝો ખતરો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here