Thursday, August 5, 2021
No menu items!
Homeકુલભૂષણ જાધવ કેસ: ICJમાં સણસણતો તમાચો પડતાં લાલ ગાલ રાખી ઇમરાન ખાને...
Array

કુલભૂષણ જાધવ કેસ: ICJમાં સણસણતો તમાચો પડતાં લાલ ગાલ રાખી ઇમરાન ખાને કહ્યું કે.

કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સણસણતો તમાચો પડતા ગાલ લાલ રાખીને પાકિસ્તાનના પક્ષમાં બતાવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયના વખાણ કર્યા છે.

ઇમરાન ખાને આજે ટ્વીટ કરીને કહ્યું કે અમે કમાન્ડર કુલભૂષણ જાધવને છોડવાના નહીં અને તેમને ભારત પાછા મોકલવા નહીં આંતરરાષ્ટ્રી કોર્ટના નિર્ણયના વખાણ કરે છે. તેઓ પાકિસ્તાનના લોકોની વિરૂદ્ધ કરાયેલા ગુના માટે દોષિત છે. પાકિસ્તાન કેસમાં કાયદા પ્રમાણે આગળ વધશે.

આપને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આખા દેશે કુલભૂષણ જાધવ કેસમાં બુધવારના રોજ ICJના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની કોર્ટમાંથી જાધવને સુનવણી કરાયેલ મોતની સજા પર આઇસીજે એ પ્રતિબંધ યથાવત રાખ્યો છે.

કુલભૂષણ પર આઇસીજેના નિર્ણયને ભારતની મોટી જીત તરીકે જોવાય છે. કારણ કે આઇસીજે એ પોતાના આદેશમાં પાકિસ્તાનને જાધવને ફાંસી આપવાનો નિર્દેશ આપતા સૈન્ય કોર્ટને સંભળાવામાં આવેલા નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે આઇસીજેના આદેશનું સ્વાગત કરીએ છીએ. સત્ય અને ન્યાયની જીત થઇ છે. અમારી સરકાર દરેક ભારતીય સુરક્ષા અને કલ્યાણ માટે હંમેશા કામ કરશે. ત્યાં પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ આઇસીજેના આદેશનું સ્વાગત કરતાં તેને ભારત માટે મોટી જીત ગણાવી દીધી.

આ સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે કુલભૂષણ જાધવ કેસમાં નિર્ણયથી ખુશી થઇ. આખરે ન્યાયની જીત થઇ અને આખું ભારત તેમના પરિવારની આ ખુશીમાં સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments