IT દરોડામાં કુલદીપ બિશ્નોઇની 200 કરોડ કરતાં વધુ વિદેશી સંપત્તિનો પર્દાફાશ

0
10

ઇન્કમટેકસ વિભાગને હરિયાણા કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઇ અને તેમના પરિવારને ત્યાં હાથ ધરવામાં આવેલ ચાર દિવસ સુધી દરોડાની કાર્યવાહી બાદ રૂ.ર૦૦ કરોડથી વધુ રકમની ગુપ્ત વિદેશી સંપત્તિ હોવાનો પર્દાફાશ થયો છે.

સીબીડીટી સૂત્રો એવી જાણકારી આપી છે કે ઇન્કમટેકસ વિભાગે બિશ્નોઇના હરિયાણા, દિલ્હી અને હિમાચલપ્રદેશમાં ૧૩ સંકુલો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સીબીડીટીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ ગ્રૂપ એવા લોકો દ્વારા નિયંત્રિત છે જેમની દાયકાઓથી પડોશી રાજ્યમાં મહત્ત્વપૂર્ણ રાજકીય ઉપસ્થિતિ રહી છે અનેે દાયકાઓ સુધી જવાબદાર રાજકીય પદ પર રહીને જંગી પ્રમાણમાં સંપત્તિ એકત્રિત કરી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મળેલા પુરાવામાં સ્થાવર મિલકતની લેવડદેવડમાં જંગી પ્રમાણમાં જાણીતા સ્ત્રોતથી વધુ રોકડ રકમની લેવડદેવડ બહાર આવી છે.ઇન્કમટેકસ વિભાગે છ દિવસ સુધી દરોડાની કાર્યવાહી બાદ હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇની રૂ.ર૦૦ કરોડથી વધુની જંગી ગુપ્ત સંપત્તિનો પર્દાફાશ કર્યો છે.

ઇન્કમટેકસ વિભાગે આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે કુલદીપ બિશ્નોઇ કેટલાંય વર્ષોથી દેશ અને વિદેશમાં સંપત્તિ બનાવી રહ્યા હતા. બ્રિટન, યુએઇ, પનામા, બીવીઆઇ, જર્સીમાં કુલદીપ બિશ્નોઇની પ્રોપર્ટી હોવાનું બહાર આવ્યું છે.

બિશ્નોઇએ અલગ અલગ લોકોનાં નામથી સંપત્તિ જમા કરી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કુલદીપને ડાયમંડનો બિઝનેસ છે અને ભાગેડુ અપરાધી નીરવ મોદી અને મેહુલ ચોકસી સાથે તેમને બિઝનેસ કનેકશન હોવાનું પણ બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here