- Advertisement -
કર્ણાટક વિધાનસભામાં સીએમ કુમારસ્વામીએ મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યુ હતુ કે, અમે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ અને બહુમતી સાબિત કરવા માટે તૈયાર છીએ. કુમારસ્વામીએ વિધાનસભામાં બહુમત સાબિત કરવા સ્પીકર પાસે સમય પણ માગ્યો છે. તેમણે કહ્યુ કે, રાજ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ છે તે બાદ હુ બહુમતી સાબિત કરવા માટે તૈયાર છું. મહત્વપૂર્ણ છે કે, કર્ણાટકમાં અત્યાર સુધીમાં 16 ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ છે. જે બાદ કુમારસ્વામીની સરકાર પર સંકટના વાદળ છવાયા છે.