શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું તંત્ર, શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં થશે તપાસ

0
0

શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આખરે અમદાવાદ મહાનગરપાલિકા રહી રહીને જાગ્યું છે. મનપાએ હવે શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. ફાયર વિભાગ દ્વારા તમામ 66 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિત અન્ય જરૂરી સુવિધાઓ છે કે કેમ તે મુદ્દે ચકાસણી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના અને કોવિડના આઠ દર્દીઓના આગથી મોતના આઠ કલાક બાદ મહાપાલિકા તંત્રની ઉઘ ઉડી અને રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો હતો..જેમાં 3 દિવસના ટૂંકાગાળામાં ઘટનાને પગલે તપાસ કરી રિપોર્ટ સોંપવામાં આવશે. તેવો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત શ્રેય હોસ્પિટલની ઘટનાને પગલે શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. ફાયર બ્રિગેડે વિભાગે તપાસ શરૂ કરી છે.

રાજીવ ગુપ્તાની ઉપસ્થિતિમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ કલેકટર અને નવનિયુક્ત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર પણ સામેલ થયા હતા. આરોગ્ય વિભાગના ડીવાયએમસી ઓમપ્રકાશ મછરા, ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર પણ બેઠકમાં જોડાયા. આ ઉપરાંત એસીએસ હોમ સંગીતા સિંઘ પણ  બેઠકમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here