Wednesday, September 29, 2021
Homeકચ્છ : ૨૪૫ આંગણવાડીઓમાં ગરમ નાસ્તો અને રેશનના જથ્થાનું ચેકિંગ
Array

કચ્છ : ૨૪૫ આંગણવાડીઓમાં ગરમ નાસ્તો અને રેશનના જથ્થાનું ચેકિંગ

આઈ.સી.ડી.એસ. વિભાગની વિવિાધ યોજના હેઠળ આંગણવાડીના લાભાર્થીને પુરક પોષણનો લાભ મળે છે કે કેમ ? તેમજ લાભાર્થી પુરક પોષણની સેવાથી વંચિત ન રહે તે જોવાની મુખ્ય જવાબદારી જિલ્લા આઈસીડીએસ તંત્રની થાય છે. વાધુમાં હાલની covid -૧૯ની મહામારીની પરિસિૃથતિમાં લાભાર્થીના આરોગ્ય અને પોષણની બાબતે ખાસ કાળજી લેવાની રહે છે. તે અંતર્ગત આવાં કેન્દ્રમાંTHR/HCM ના જથૃથાનું ફિલ્ડ વિઝીટ દરમ્યાન રેગ્યુલર મોનીટરીંગ અને સુપરવિઝન સાધન રીતે થાય તે અનિવાર્ય છે. જેાથી આંગણવાડીઓમાં હવેાથી ગરમ નાસ્તો અને ટેક હોમ રેશન જથૃથાનું મોનીટરીંગ કરવામાં આવશે.

આ અતર્ગત કચ્છ કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસૃથાને મળેલ આઈસીડીએસ મોનીટરીંગ એન્ડ રીવ્યુ મીટીંગમાં કલેકટરની સુચના મુજબ આજ રોજ કચ્છ જિલ્લાની ૨૪૫ આ.વાં કેન્દ્રમાં ગરમ નાસ્તો અને ટેકહોમ રેશનના જથૃથાના મોનીટરીંગ માટે ક્રોસ વેરીફીકેશનની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ ઈરાબેન ચૌહાણ, ઘટક કક્ષાના ૧૯ બાળ વિકાસ યોજના અિધકારીઓ તેમજ ૫૫ મુખ્ય સેવિકાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્ટેટ લેવલાથી આપવામાં આવેલ ઓનલાઈન ગુગલ ફોર્મમાં સ્ટોક મોનીટરીંગના તમામ રેકર્ડ ઓનલાઇન કરવું વગેરે કામગીરી આંગણવાડી કક્ષાએ યોગ્ય રીતે થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં આવી હતી. લાભાર્થીની ગૃહ મુલાકાત લઈ તેમના વાલી પાસેાથી પુરક પોષણ અંગે અભિપ્રાય મેળવ્યા હતા.

વાધુમાં આ કામગીરી માટે હવે પછી મહિનામાં બે વખત ક્રોસ વેરીફીકેશનની ટીમ ઉતારવામાં આવશે. હાલે આ કામગીરીમાં આંગણવાડી કેન્દ્રના સ્ટોક મોનીટરીંગ માટે હતું. પરતું હવે પછીની ક્રોસ વેરીફીકેશન મુલાકાતમાં લાભાર્થી તેમજ વાલી સાથે પરામર્શ કરી લાભાર્થીને સ્ટોક પુરતા પ્રમાણમાં મળે છે કે કેમ ? તેમજ લાભાર્થી તેનો ઉપયોગમાં લેશે કે કેમ ? કે તેનો દુર ઉપયોગ કરવામાં આવે છે. તે અંગેની કામગીરી પણ હવે પછીની સઘન મુલાકાતમાં ખાત્રી કરી હાથ ધરવામાં આવશે અને આ કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ સંબિાધત આ.વા વર્કર/મુખ્ય સેવિકા/બાળ વિકાસ અિધકારીની જવાબદારી નક્કી કરી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવાયું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments