નારાયણસરોવર : કચ્છ સરહદે અટકચાળો પાક.ને ભારી પડી શકે: સુરક્ષાતંત્રો છે સતર્ક

0
17

નારાયણસરોવરઃ ભારત સરકારે એક ઐતિહાસીક ગણી શકાય તેવો નિર્ણય લઇ કાશ્મીરમાંથી 370ની કલમ દુર કરી નાખી છે. ભારત સરકારના આ કદમથી પાકિસ્તાનની સાથે ચીનના પેટમાં પણ ચુક ઉપડી છે. ત્યારે 370ની કલમ હટયા બાદ કચ્છની સામે પાર પાક મરીન અને આર્મીની અસામાન્ય હિલચાલ વચ્ચે જો પાકિસ્તાન કચ્છ સરહદે કોઇ અટકચાળો કરે તો તેને ભારે પડી શકે તેવો મત સરહદ ક્ષેત્રના જાણકારો વ્યકત કરી રહ્યા છે.

સુરક્ષા ક્ષેત્રના તજજ્ઞોની વાત માનીએ તો કચ્છની સરહદ એક તરફ ખાવડા,લખપત અને ધોળાવીરા આસપાસ અફાટ રણપ્રદેશથી ઘેરાયેલી છે તો બીજીતરફ કોટેશ્વરથી લઇ હરામીનાળા અને આસપાસની આખી દરિયાઇ સરહદના અટપટા નાલા ગમે તેને ચકરાવે ચડાવી દે તેવા હોતા જો કચ્છ સરહદને પાર કરવી હોય તો સાત કોઠા ભેદવા પડે તેમ છે. રણ અને દરિયાઇ સરહદે બીએસએફ , આર્મી સહિતની એજન્સીઓ સતર્ક છે સાથે આઇએમબીએલ પાસે કોસ્ટગાર્ડ પણ એલર્ટ મોડમાં રહેતુ હોવાથી મોટાભાગના કિસ્સામાં ઘુસણખોરી કરવા સહિતના પ્રયાસ વિફળ જ નિવડતા હોય છે. કચ્છની સામેપાર પાકમાં અસામાન્ય હિલચાલ છતાં હજુ સ્થિતી એકંદરે સામાન્ય અને નિયંત્રણ હેઠળ હોવા છતાં કચ્છની સરહદે તૈનાત સુરક્ષા એજન્સીઓ સર્તકતા દેખાડી રણ તેમજ દરિયાઇ સરહદે સઘન પેટ્રોલીંગ જારી રાખ્યું છે.

સુરક્ષા વ્યવસ્થાનું એજન્સીઓ સતત કરે છે મોનિટરિંગ 
પાકમાં જે કંઇપણ હિલચાલ થાય છે તેને લઇ કચ્છ સરહદની સુરક્ષા વ્યવસ્થાનું દરેક એજન્સીઓ સતત અને સઘન મોનીટરીંગ કરી રહી છે. ટુંક સમયમાં સુરક્ષા એજન્સીના ઉચ્ચ અધિકારીઓ કચ્છ બોર્ડરની વિઝીટ કરે તેવી સંભાવના નકારાતી નથી. આઇએમબીએલ પાસેના ખુલ્લા દરિયામાં ખાસ વોચ રખાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here