કચ્છ પોલીસ સ્ટેશન પાણીમાં, વૃક્ષો થયા ધરાશાઈ

0
39

કચ્છમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયા બાદ ઠેકઠેકાણે મસમોટા વૃક્ષો જમીનદોસ્ત થયા છે.હાલમાં વરસાદનું જોર ઘટતા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે.પણ હાઇવે પર વૃક્ષો ધરાશાઈ થતા વાહનવ્યવહારમાં અસર પહોંચી છે.

પશ્ચિમ કચ્છમાં વરસાદી રાઉન્ડે અબડાસા અને નખત્રાણાને ઘમરોળ્યું હતું ગત રાત્રે ભારે પવન ફૂંકાતા હાઇવે પર આવેલા વૃક્ષો ધરાશાઈ થયા છે.ભારે વેગીલા પવનના કારણે દેસલપર – નલિયા હાઇવે પર વિશાળ વૃક્ષો ધરાશાયી થયા હતા જેને કારણે વાહનોની અવરજવરમાં સમસ્યા સર્જાઇ હતી. અબડાસા તાલુકામાં વરસેલા અનરાધાર વરસાદથી જનજીવન તબાહ થયું છે. ત્યારે મુખ્ય મથક નલિયા કોઠારા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કોઠારા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ડૂબી ગયું હતું.

કોઠારામાં વરસેલા ભારે વરસાદ બાદ નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોતા પાણી પાણી ની સ્થિતિ સર્જાઈ હતી વળી ખાલી પડેલા ડેમ અને તળાવો પણ છલકાઈ ઉઠ્યા છે જેથી શ્રીકાર પાણી થઈ જતા નિકાલ માટે માર્ગ બચ્યો જ ન હતો. કોઠારા ગામનું પોલીસ સ્ટેશન વરસાદી પાણીમાં બેટમાં ફેરવાઈ ગયું હતું તો બોર્ડ પણ તૂટી પડ્યા હતા વરસાદી તાબાહીને કારણે કોઠારા ગામમાંથી 500 લોકોનું રેસ્ક્યુ કરાયુ હતું જેમાં પોલીસ જવાનોએ કામગીરી કરી હતી.હાલ સર્વત્ર પાણીનું તળાવ થઇ જતા કામગીરી ઠપ્પ થઈ ગઈ છે પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here