Thursday, October 28, 2021
Homeલાખોંદ : ભુજોડી ઓવરબ્રિજ હવે ભૂકંપપ્રૂફ બનશે, ગાંધીનગરથી નવી ડિઝાઇનને લીલીઝંડી
Array

લાખોંદ : ભુજોડી ઓવરબ્રિજ હવે ભૂકંપપ્રૂફ બનશે, ગાંધીનગરથી નવી ડિઝાઇનને લીલીઝંડી

લાખોંદઃ ભુજૉડી ઓવરબ્રિજના અટકી ગયેલા કામને એક વર્ષની દોડધામના અંતે ગુરુવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં ભૂકંપપ્રૂફ ડિઝાઇનની મંજૂરી મળતા જ સરકારનું ગ્રીન સિગ્નલ મળ્યું હતું, જેથી વર્ષોથી અટકેલું કામ આગામી અઠવાડિયે પુન: શરુ થશે.

ગાંધીનગરથી ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમના નાયબ મેનેજર આર.જે મકવાણાએ ભાસ્કરથી વાત કરતા જણાવ્યું કે, રેલવે બ્રિજ પર હાલની પરિસ્થિતિએ ઉભેલા 16 મીટર ઊંચા બ્રિજના સ્ટ્રક્ચરને લઈને નિર્માણ પર બ્રેક લાગી હતી. કારણ કે,આ વિસ્તાર ભૂકંપના ઝોન-5 માં આવે છે. જો કે ગુરુવારે માર્ગ અને મકાન વિભાગ સાથે નિગમના ટોચના અધિકારીઓ અને ઇજનેરોની મળેલી બેઠક બાદ ભૂકંપપ્રૂફ ડિઝાઈનનાં જરૂરી નિર્ણય લેવાયા બાદ મંજૂરીની મહોર મારી દેવાઈ હતી.

આજથી વર્ષ પહેલા આ બ્રિજ માટે માર્ગ અને મકાન તંત્રના ડિઝાઇન વિભાગે જી.આર બહાર પાડી આવા દરેક બાંધકામમાં ડિઝાઇન ટીમની સલાહ લેવા ફરજીયાત બનાવ્યું હતું, તેનું મૂળ સુરતની દુર્ઘટના હતી. આ અંગે ભાસ્કરે 2 મે 2018ના રોજ વિસ્તૃત અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો હતો. જો કે કોન્ટ્રાકટરે ત્યારબાદ માર્ગ વિસ્તૃતીકરણ અને સુધારણાનું કામ ચાલુ રાખ્યું હતું. જો કે અનેક ગૂંચળામણમાંથી પસાર થયેલો ભુજૉડી ઓવરબ્રિજ અંતે ‘ભૂકંપપ્રૂફ’ ડિઝાઈનની પરીક્ષા પાસ કરી આગળ વધશે તે ખરેખર કચ્છવાસીઓ માટે સારા સમાચાર છે.

સિમેન્ટના બ્લોકની જગ્યાએ હવે ગેબીઓન વોલ ઉભી થશે
અત્યાર સુધી ભુજૉડી ઓવરબ્રિજના બાંધકામમાં સિમેન્ટના બ્લોક ની બનેલી પ્લેટ વડે બાંધકામ થવાનું હતું. બેઠકબાદ ફેર વિચારણા કરીને નવી ડિઝાઇન મુજબ અહીં અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં પુલમાં વપરાતી ગેબીઓન વોલ ઉભી કરશે. જે કાળમીંઢ પથ્થરની બનેલી હશે. આ ઉપરાંત બાંધકામમાં ઝાળી મુકવામાં આવશે જેથી બાંધકામની મજબૂતાઈ ભૂકંપ સમયે અતૂટ બનશે.

ડિઝાઈનની ભૂલ થકી કોન્ટ્રાકરને બે કરોડનો ધુંબો 
આ ડિઝાઈનની ભૂલ થકી અમુક જે મટેરિયલમાં ફેરફાર થશે જેના થકી કોન્ટ્રાક્ટરને બે કરોડનો વ્યવસ્થિત ધુંબો લાગશે, જેના માટે સરકાર એક કોરો પૈસો પણ ચૂકવશે નહિ. અત્રે નોંધનીય છે કે,જૂન 2014માં સુરતનો અઠવાલાઇન્સ ફ્લાયઓવર બ્રિજ ભાંગી પડતા 10 મજૂરોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનાના મૂળમાં રહેલી ડિઝાઇન ભૂલનું પુન:રાવર્તન કચ્છમાં ન થાય એ માટે સરકારે ભુજૉડી ઓવરબ્રિજના નિર્માણ પર ગત વર્ષે બ્રેક લગાવી દીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments