કુદરતી નજારો : કચ્છનો પાલારઘુના ધોધ ખીલી ઉઠ્યો, કુદરતીસૌન્દર્યને નિહાળવા પ્રવાસીઓ ઉમટ્યા

0
126

“કુદરત ધારે તો પળવાર પણ ન થાય” આ વાત કુદરતે બિલકુલ સાચી સાબિત કરી બતાવી છે અને હજુ કાલ સુધી દુષ્કાળની કારમી થપાટ વેઠી રહેલા કચ્છને રાતો રાત કાચા આકાશી સોનાંથી સિંચી લીધું છે અને તેે પણ અછતનાં ઓછાયા તળે થી. જોવાની મજા એ છે કે, જ્યાં પાણી માટે માણસો, પશુ-પંખી અને ઢોરઢાખર તરસતા હતા ત્યા કુદરતે કેવા નયન રમ્ય નજારા સર્જુ દિધા છે કે કહેવું જ પડે

” યે કોન ચિત્રકાર હે, યે કોન ચિત્રકાર”જી હા કચ્છનો નખત્રાણા તાલુકો, જે અછતનાં ભણકારા તળે કાલ સુધી ભયભીત હતો, ત્યા કુદરતે મહેર વરસાવી અને ખુબ સારા વરસાદનાં કારણે પ્રાકૃતિક સૌંદર્યનો અદભુત નજારો સર્જી દીધો છે. ભુજ નખત્રાણા હાઇવે પર પુરાતન પુરેશ્વર મંદિર પાસે આવેલ પાલરગુનાં ધોધ ખીલી ઉઠ્યો છે અને સોળે શણગાર સાથે ફરી શરૂ થયો છે. વહેતા આ ધોધને વર્ણવા કરતા માળવો ઘટે જ ઘટે અને લોકો આ વહેતા ધોધનાં કુદરતી દ્રશ્ય નિહાળવા ઉમટી પડયા છે. કેમ ચૂકી જવાય આવી કુદરતની કૃપાથી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here