કચ્છ : દયાપરમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઇઝરાયેલી ખારેકનો સફળ પ્રયોગ

0
45

દયાપરઃ કચ્છનો સુકો મેવો ગણાતી ખારેકની હાલ દેશ-વિદેશમાં બોલબાલા છે. દૂર-દૂર સુધી તેની નિકાસ કરવામાં આવે છે. ચોમાસુ શરૂ થતા જ બજારમાં તેનું વેચાણ શરૂ થઇ જાય છે. પરંતુ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવા સહિતના કારણોને લીધે ખારેકના પાકમાં ઘટાડો પણ થઇ રહ્યો છે. તેવામાં તેનો હલ કાઢવા ખેડૂતોએ ઇઝરાયેલ ખારેક તરફ વળ્યા છે. કચ્છમાં તેનુ પણ પાક લેવામાં આવે છે. તેવામાં દયાપરમાં તો એક ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ઇઝરાયેલી ખારેકનું ઉત્પદાન કર્યુ છે.

આ ઇઝરાયેલની ખારેકનું ઉત્પાદન છેવાડાના લખપત સુધી પણ પહોંચ્યું છે. દયાપરના ધરતીપુત્રએ તો સંપૂર્ણપણે ઓર્ગેનિક પધ્ધતીથી વાવેતર કરી ઇઝરાયેલની ખારેકનું ઉત્પાદન કર્યુ છે. વળી દયાપરથી ગુજરાત સહિત છેક મહારાષ્ટ્ર, બેંગલોર પણ મોકલાઇ રહી છે. ચોમાસામાં હાલ અપુરતા વરસાદ અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતા લખપત તાલુકામાં એક તરફ પાણીના તળ ઉંડા ઉતર્યા છે. વળી આ પાણી પણ ક્ષારયુક્ત બન્યુ છે. જેના કારણે તે ખેતીને માફક આવી રહ્યુ નથી. તેના કારણે આ વિસ્તારના ખેડૂતો હવે ધીરેધીરે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે.

અહીંના ખેડૂત અગ્રણી એવા ભવાનભાઇ લિંબાણીએ પોતાની વાડીમાં છેલ્લા ત્રણ વર્ષથતી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પધ્ધતિથી ઇઝરાયેલી ખારેકનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓએ જણાવ્યુ હતું કે, તેઓએ ખાસ મુન્દ્રાથી 250 જેટલા ઇઝરાયેલ ખારેકના રોપાઓ લાવીને પોતાની વાડીમાં વાવેતર કર્યું હતું. તેનું ત્યારબાદ પદ્ધતિસર ઉછેર કર્યું હતું. આ ઉછેરમાં ક્યાંય પણ રસાયણિક ખાતરનો ઉપયોગ કરાયો ન હતો. માત્ર દેશી ખાતર, ગૌમૂત્ર તથા ગોબરનો જ ઉપયોગ કરાયો હતો. ગત વર્ષે આ ખારેકની છેક કોલ્હાપુર સુધી નિકાસ થઇ હતી. આ વર્ષે કર્ણાટક, મહારાષ્ટ્ર, નડિયાદ, સુરત, મુંબઇ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં નિકાસ કરવામાં આવી છે.

વરસાદ ખેંચાતા નુકસાન
કચ્છમાં ત્રણ વર્ષથી અપૂરતો વરસાદ પડ્યો છે. ચાલુ ચોમાસામાં પણ જુન માસ કોરો ગયો હતો. જૂલાઇના છેલ્લા દિવસોમાં માંડ વાવણી લાયક વરસાદ પડ્યો છે. વરસાદ ખેંચાતા ખારેકના પાકને 25થી 30 ટકા જેટલુ નુકસાન થયુ છે. જોકે હાલ વરસાદ પકડતા ખેડૂતોની આશા જીવંત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here