Wednesday, September 29, 2021
Homeકચ્છ : સૌથી વધુ ૭૪.૬૦ ટકા હાંસલ કરી સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન...
Array

કચ્છ : સૌથી વધુ ૭૪.૬૦ ટકા હાંસલ કરી સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન હાંસલ

અનુસ્નાતક(પોષ્ટ ગ્રેજ્યુએટ) વિધાર્થીઓએ ત્રણ વર્ષના તેમના અભ્યાસક્રમ પૈકી કોરોનાકાળના વિપરીત સમયમાં પણ રાતદિવસ જોયા વિના અભ્યાસ કરી સો ટકા પરિણામ હાંસલ કરતાં ભુજ-કોલેજનું ગૌરવ તો વધાર્યું છે. પણ, સમાજ માટે આગામી સમયમાં તેઓની મૂડી પુરવાર થશે.

કચ્છ યુનિ. દ્વારા ૨૧મી જૂનથી ૧૮મી જુલાઇ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં ગાયનેક વિભાગના તબીબ ડો. સ્નેહલ કુકડિયાએ સૌથી વધુ ૭૪.૬૦ ટકા હાંસલ કરી સમગ્ર કોલેજમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તો બીજી તરફ એનેસ્થેસિયાના સૌથી વધુ ૬, રેડિયોલોજી, જન.મેડીસીન, ઓર્થો અને પીડિયાટ્રિક્સના ૫-૫, જનરલ સર્જરીના ૪, ગાયનેક અને બાળરોગના ૩-૩, તેમજ ઓપ્થલના ૨ અને રેસ્પિરેટરીના તેમજ સ્કીન તથા ઇ.એન.ટી.ના પાસ થયેલા એક ઉચ્ચ તબીબોનું સમાજમાં આગવું સ્થાન રહેશે.

ઉચ્ચ તબીબી સેવામાં કદમ માંડતા આ તબીબો સમાજની અસ્કયામત છે. સબંધિત વિભાગના અભ્યાસ સાથે કોરોનાનો અનુભવ તેમના માટે વિશેષ ભાથું સાબિત થશે. અત્રે નોધવું જોઈએ કે, મેડિસિન, એનેસ્થેસિયા, અને રેસ્પિરેટરીના આ વિધાર્થી-કમ-તબીબોએ કોરોનામાં દર્દીની સીધી સારવાર કરી છે. તો રેડિયોલોજી અને પેથોલોજી વિભાગે પણ સિટીસ્કેન તથા લેબ ટેસ્ટના નવા આયામો જોયા છે. એવું જ ગાયનેક અને પીડિયાના વિધાર્થીઓને દરેક બાબતને નજીકથી જોવાની તક મળી છે. કોરોનાની અસર તો શરીરના પ્રત્યેક અંગમાં હોવાથી ઓર્થો વિભાગને આનુષંગીક અભ્યાસ કરવાની તક મળી તો ઇ.એન.ટી. અને ઓપ્થલ કોરોના ઉપરાંત મ્યુકરમાઇકોસિસનો પણ અભ્યાસ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments