કચ્છ : સાત વર્ષના લગ્નજીવન બાદ પ્રેમિકા માટે પતિએ તેની પુત્રી અને પત્નીને તરછોડી

0
0

કચ્છના માંડવીમાં રહેતી એક પરીણિતાને તેના પતિ અને પતિની પ્રેમિકાએ મળી માર મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સાત વર્ષના લગ્નજીવન બાદ પ્રેમિકા માટે પતિએ તેની પુત્રી અને પત્નીને તરછોડી દેતા પરીણિતાએ ન્યાયની માગ કરી છે.

ફરિયાદી સીમા ગજણ (ઉવ 28) રે. લાકડાં બજાર માંડવીએ ફરિયાદ લખાવી હતી કે તેમના લગ્ન સાત વર્ષ પહેલાં મુનિર અહેમદ મામદ ગજણ સાથે થયા હતા. લગ્નજીવન દરમ્યાન સંતાનમાં એક પુત્રી પણ છે. ત્યારે પતિ મુનિર પત્નીને છેલ્લા બે વર્ષથી ઘર ખર્ચ માટે એક પણ રૂપિયો આપતો નથી. એકાદ મહિના પહેલા મસ્કતથી માંડવી પરત આવી નાજમીન નામની યુવતી સાથે ક્યાંક ભાગી ગયો હતો. ત્યારબાદ બન્ને સાથેજ રહે છે.

દરમ્યાન તા. 20ના રોજ પતિ મુનિર તેની પ્રેમિકા નાજમીન સાથે લઈ ફરિયાદી સીમાબેનના ઘરે આવીને કહ્યું હતું કે તું અને પુત્રી તારા પિયર જતા રહો, હવે હું નાજમીન સાથે રહેવા માંગુ છું. આ સાંભળીને પત્નીએ ક્યાં જતી રહું એમ પૂછતા પતિ મુનિર ઉશ્કેરાઈ ગયો હતો, અને પત્નીને ગાળો આપી હતી.

આ દરમ્યાન પ્રેમિકા નજમીને સીમાબેનને પકડી રાખતા પતિએ કમર પટ્ટાથી પત્નીને માર મારતા પીઠ, ડાબા હાથના કાંડા પાસે ઇજા પહોંચાડી હતી. અને ફરિયાદીને કહ્યું હતું કે, હું અને નાજમીન સાથે ભાગી જશું, જો તું અમારી વચ્ચે આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ મુનિરે આપી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here