કચ્છ : ફક્ત 7 દીવસમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ચોકોલેટની મદદથી ખુબજ સરસ સ્ટેચ્યુ તૈયાર કર્યુ

0
4

કહેવાય છે કે , કળાને કોઈ સીમાડા ન હોય. ઓનલાઇન અભ્યાસ અને સંદેશ આપલે સરળ બનતા વિશ્વ હવે નાનું થઈ ગયું છે. કચ્છથી કેનેડા હોય કે ક્યુબા, માત્ર એક ક્લિક થી જ્ઞાન નું વિસ્તરણ કરી શકાય છે. કચ્છની ક્ષત્રિય દીકરી કે જે બચપણ થી મડ વર્ક, ચિત્રકામ અને કલે વર્કમાં રુચિ હતી તેમને આંતરરાષ્ટ્રીય સિધ્ધિ હાંસલ કરી છે.

ચોકોલેટ આર્ટીસ્ટ તરીકે પ્રખ્યાત એવા ફ્લોરીડા સ્થિત પોલ જોઆકીમ અને મુંબઈના પ્રખ્યાત રીતુ રાઠોડ દ્વારા લોકડાઉન સમયગાળા દરમ્યાન 47 દેશના કુલ 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે મૂર્તિ બનાવવાની ઓનલાઇન સ્પર્ધા રાખવામા આવી હતી, જેમાં ભુજના રહેવાસી હરસિધ્ધિબા જયદીપસિંહ રાણાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. હરસિધ્ધિબાએ સ્પર્ધામાં પોતે બનાવેલ ક્લે વર્કની ભગવાન ગણેશજીની મૂર્તિ રજુ કરી હતી. દુનિયાભરના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે કચ્છની દીકરીની પ્રથમ પસંદગી થયેલ છે. આ સ્પર્ધાના ઇનામ સ્વરુપે ફ્લોરીડા સ્થિત ચોકોલેટ અર્ટીસ્ટના ફ્રી સેશનમાં પોલ દ્વારા ચોકોલેટનો ઉપયોગ કરી કઇ રીતે મૂર્તિ બનાવવી તે શિખડાવવામા આવ્યું તથા હરસિધ્ધિબાએ પોતાની 5 વર્ષિય દીકરીની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરીને ચોકોલેટ અર્ટીસ્ટને પણ આશ્ચર્યમાં મુક્યા હતા. ફક્ત ઓનલાઇન ક્લાસીસ પરથી ખુબજ સચોટ બનાવી હતી. કચ્છના ક્ષત્રિય મહિલાએ બાદમાં ફક્ત 7 દીવસમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ચોકોલેટની મદદથી ખુબજ સરસ સ્ટેચ્યુ તૈયાર કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here