કચ્છ – નેવી ઈન્ટેલિજન્સે ક્રિક બોર્ડર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં રૂ. 30 લાખની કિંમતના ચરસના 19 પેકેટ ઝડપી પાડ્યા

0
5
  • કચ્છ જિલ્લામાં ભેદી રીતે બે દિવસના અંતરે ચરસ મળ્યું

સીએન 24,ગુજરાત

ભુજઈન્ડિયન નેવીની ઈન્ટેલિજન્સે કચ્છની ક્રિક બોર્ડર વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 19 ચરસના પેકેટ ઝડપી પાડ્યા હતા. નેવીની ઈન્ટેલિજન્સને મોટી સફળતા હાથ લાગી છે અને કોટેશ્વર ક્રિકમાંથી રૂ. 30 લાખની કિંમતનું ચરસ ઝડપી પાડ્યું છે.
જખૌના ક્રિકમાં પણ બે દિવસ અગાઉ એક પેકેટ મળ્યું હતું
કચ્છના કોટેશ્વર દરિયાઈના ક્રીક વિસ્તારમાંથી 19 પેકેટ ચરસનો આજે બપોરે પકડી પાડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ અબડાસા તાલુકાના જખૌ દરિયાના ક્રિકમાંથી 1 પેકેટ ચરસ બિનવારસુ પકડી પાડવામાં આવ્યું હતું.