Friday, September 17, 2021
Homeકચ્છ : ૫૮ હજારમાંથી પ્રથમ દિવસે ૪૬ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર
Array

કચ્છ : ૫૮ હજારમાંથી પ્રથમ દિવસે ૪૬ હજાર જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર

કોરોનાની બીજી લહેરની સમાપ્તિ બાદ કેસોમાં ઘટાડો નોંધાતા રાજય સરકારે ધો.૧૨ બાદ ધો.૯થી ૧૧ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે માટે આજાથી વર્ગ ખંડ ચાલુ કરવાની શરૃઆત કરી હતી જો કે, વાલીઓને હજુ પણ કોરોનાનો ભય હોવાથી પોતાના સંતાનોને શાળાએ મોકલવા તૈયાર નાથી. આજે પ્રાથમ દિવસે કચ્છમાં ૨૫ ટકા પણ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ ન હતી. કચ્છમાં ધો.૯થી ૧૨માં નોંધાયેલા કુલ ૫૮,૮૯૯ પૈકી પ્રાથમ દિવસે ૧૨૦૮૬ છાત્રો માંડ હાજર રહ્યા હતા. જયારે ૪૬૮૧૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

જિલ્લા શિક્ષણાધકારી ડો.ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, કચ્છ જિલ્લામાં સરકારી ૧૮૫, ગ્રાન્ટેડ ૯૫ અને ખાનગી ૧૮૮ મળી કુલ ૪૬૮ શાળાઓ નોંધાયેલ છે. જેમાં, ધો.૯ના કુલ ૨૦૦૨૫ વિદ્યાર્થીઓ પેકી ૫૮૮૦ વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિ આપી હતી પરંતુ ૪૨૩૪ છાત્રો હાજર રહ્યા હતા. જયારે ધો.૧૦માં કુલ ૨૦૬૧૪ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાં પણ ૫૯૫૮ છાત્રોના વાલીઓએ સંમતિ આપી તેમાંથી ૪૧૮૪ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી તો ધો.૧૧માં કુલ ૧૦૫૬૯માંથી ૨૯૫૦ છાત્રોના વાલીઓએ સંમતિ આપી તેમાંથી માત્ર ૧૬૩૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જયારે ધો.૧૨ના કુલ ૭૬૯૧ વિદ્યાર્થીઓ માંથી ૩૫૬૩ છાત્રોના વાલીઓએ સંમતિ આપી હતી તે પૈકી ૨૦૩૦ વિદ્યાર્થીઓ પ્રાથમ દિવસે હાજર રહ્યા હતા.

આમ, કુલ ૫૮,૮૯૯ વિદ્યાર્થીઓ પૈકી પ્રાથમ દિવસે ૪૬૮૧૩ છાત્રો ગેરહાજર રહ્યા હતા અને માત્ર ૧૨૦૮૬ છાત્રો હાજર રહ્યા હતા. એટલે, પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય આપવાના પ્રાથમ દિવસે વિદ્યાર્થીઓની ૨૫ ટકા હાજરી પણ નોંધાઈ ન હતી. કોરોનાના કેસો ઘટયા બાદ રાજય સરકારની સુચના બાદ શાળાઓને કોવીડની માર્ગદર્શિકા મુજબ શાળાઓ ખોલવામાં આવી છે. બીજી તરફ, બોર્ડની પરીક્ષા ચાલુ હોવાથી પણ શાળાઓમાં ગેર હાજરી નોંધાઈ હતી. તો વળી, ગ્રામ્ય વિસ્તારોને જોડતી એસ.ટી.બસ પણ બંધ છે સહિતના કારણો પણ ગેરહાજરી પાછળ જવાબદાર હોઈ શકે. દરમિયાન, શાળામાં હાજરી પણ મરજીયાત હોવાથી વિદ્યાર્થીઓ પણ નિરસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments