Monday, December 5, 2022
Homeગુજરાતકચ્છ : નખત્રાણાના શીતળા માતાજીના મંદિરમાંથી દાનની રકમની ચોરી

કચ્છ : નખત્રાણાના શીતળા માતાજીના મંદિરમાંથી દાનની રકમની ચોરી

- Advertisement -

નખત્રાણા જુનાવાસમા આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરમાં ગત રાત્રે દાનપેટી તોડી તસ્કરો રોકડની ચોરી કરી ગયા હતા. મંદિરના પૂજારી હિતેશપુરી ગોસ્વામી વહેલી સવારે નિજ મંદિર પહોંચ્યા ત્યારે ચોરી થયાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કુલ કેટલી રકમની ચોરી થઈ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.

નગરના શીતળા માતાજીના મંદિર અંદર રહેલી દાનપેટી અને આરતી ચોરી જવાઇ છે. તો બહાર પાર્ક કરેલી એક્ટિવા સ્કૂટર લઈ જવાની કોશિશ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરોએ આ સિવાય નજીકના ઘર બહાર દરવાજામાં લટકાવેલી લસણ ભરેલી થેલી પણ ઉપાડી ગયા હતા. દરમ્યાન ઘરધણી જાગી જતા નિશાચરો રાત્રીના અંધકારમાં ઓઝલ થઈ ગયા હતા. અલબત્ત નખત્રાણા અને કચ્છમાં હાલ એક બાદ એક ચોરીની ઘટનામાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે પોલીસ તંત્ત વધુ સજાગ બનો તેવી લોક માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular