કચ્છમાં આજે શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જિલ્લાના ભચાઉ નજીક બે નાની તીવ્રતા ધરાવતા ભૂકંપના આફ્ટર શોક રિક્ટર સ્કેલ પર નોંધાયા હતા. ભચાઉ પાસે 2.4ની તીવ્રતા તેમેજ દુધઈ પાસે 2.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જિલ્લામાં અનેક નાના મોટા ભૂકંપની આંચકા અનુભવાઈ ચૂક્યા છે.
વધુ બે આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયાવર્ષ 2001ના ભૂકંપ બાદ વાગડ ફોલ્ટલાઈન પર સતત ભૂગર્ભ ગતિવિધિચાલી રહી હોય તેમ સમયાંતરે આફ્ટર શોક આવતા રહે છે. છેલ્લા 20 વર્ષમાં તેની સંખ્યા હાજરોમાં નોંધાઇ ચુકી છે. તેમાં વધારો કરતા વધુ બે આંચકા પૂર્વ કચ્છમાં અનુભવાયા હતા.
આફ્ટર શોકથી ડરવાની જરૂર નથીભચાઉ નજીક ગતરાત્રે 2.40 મિનિટે 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે આજે શનિવારે સવારે અંજારના દુધઈ પાસે 2.1નો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો હતો. જોકે આફ્ટર શોકથી ડરવાની જરૂર ન હોવાનું ભૂસ્તરશાસ્ત્રીનું કહેવું છે.