રાજકોટ : જસદણ નવા યાર્ડમાં મજૂરોની હડતાળ પૂર્ણ, હરાજી પણ ચાલુ.

0
10

જસદણમાં નવા માર્કેટિંગ યાર્ડ ખાતે મજૂરીના ભાવ વધારવા પ્રશ્ને ગત સોમવારથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું અને ત્રણ દિવસ હડતાળ ચાલુ રાખ્યા બાદ વેપારીઓએ રાતોરાત મજૂરો સાથે સમજાવટ કરતા આજથી મજૂરો રાબેતા મુજબ કામે લાગી ગયા હતા. જેના કારણે જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા રાબેતા મુજબ હરરાજી ચાલુ કરી દીધી હતી. જસદણ યાર્ડના મજૂરોની માંગણી હતી કે એક બોરી દીઠ રૂ.6.75 ના બદલે રૂ.10 મજૂરીના ભાવ વધારો કરી આપો.

પરંતુ વેપારીઓ એકના બે ન થતા મજૂરો હડતાળ પર ઉતરી ગયા હતા. હાલ ખેતીની સીઝન હોવાથી યાર્ડમાં મબલખ જણસોની હજુ આવક ચાલુ હોવાથી વેપારીઓ પણ ભારે મુંજવણમાં મુકાઈ ગયા હતા અને ગઈકાલે ગુરૂવારે વેપારીઓએ મજૂરો સાથે સમજાવટ કરી મામલો થાળે પડતા વેપારીઓ હાશકારો અનુભવ્યો હતો. જો કે આજે ગુરૂવારે સવારથી જ યાર્ડમાં જણસોની આવક અટકાવી દેવાઈ હતી અને યાર્ડમાં પડેલા માલની વેપારીઓ દ્વારા હરાજી ચાલુ કરી દેવામાં આવતા ખેડૂતોએ અમુક અંશે રાહત અનુભવી હતી.

અન્ય યાર્ડ કરતાં મજૂરી વધુ હતી !

જસદણ યાર્ડમાં મજૂરોનો મજૂરીનો દર રાજકોટ, અમરેલી અને ગોંડલ યાર્ડથી પણ વધારે હતો. છતાં મજૂરો પોતાની ભાવ વધારાની માંગણીને લઈને હડતાળ પર ઉતરી આવતા વેપારીઓ અને ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાઈ ગયા હતા. પરંતુ બુધવારે વેપારીઓએ મજુરોને અન્ય યાર્ડની સરખામણી કરી મજૂરીના ભાવ નક્કી કરવાની ખાતરી આપતા મજુરોએ પોતાની હડતાળ સમેટી લીધી હતી.

આજથી યાર્ડ ચાલુ થઈ ગયું છે

વેપારીઓએ મજૂરો સાથે સમજાવટ કરતા હડતાળ સમેટાઇ હતી, અને ગુરુવારથી યાર્ડ ચાલુ થઈ ગયું છે. આમાં મજૂરોની યાર્ડના વેપારીઓ સાથે બેઠક મળી હતી. જેમાં બીજા યાર્ડનો અભ્યાસ કરી મજુરો જે નિર્ણય કરશે તે મુજબ ભાવ આપવામાં આવશે. હાલ યાર્ડમાં આવક બંધ છે પણ હરરાજી ચાલુ થઈ ગઈ છે. હવે આગળ શું થશે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here