Saturday, September 18, 2021
Homeસુવિધાનો અભાવ : ગાંધીનગરમાં 4 મહિનાથી સોસાયટીઓ વિજ સમસ્યાથી પરેશાન
Array

સુવિધાનો અભાવ : ગાંધીનગરમાં 4 મહિનાથી સોસાયટીઓ વિજ સમસ્યાથી પરેશાન

ગાંધીનગર સ્માર્ટ સીટીની સૂફીયાણી વાતો વચ્ચે કોર્પોરેશનમાં સમાવિષ્ટ રાંધેજાની 15 થી 20 સોસાયટીઓમાં છેલ્લા ચાર માસથી અવારનવાર લાઈટ જતી રહે છે. આ અંગે રહીશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં લાઈટની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતાં લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

એક બાજુ ગુજરાત મોડલની વાતો સરકાર કરે છે તો બીજી બાજુ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ રાંધેજાની 15 થી 20 જેટલી સોસાયટીઓમાં ચાર માસથી લાઈટની સમસ્યાથી વસાહતીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ બાબતે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી લાઈટની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. દિવસમાં ચારથી પાંચ વખત લાઈટો ડૂલ થઇ જતી હોવાથી વસાહતીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આ અંગે રાંધેજા સેંધણી માતાના મંદિર પાસે આવેલી સોસાયટીઓના વસાહતીઓએ જણાવ્યું હતું કે, ગામમાં દરરોજ લાઈટ જતી રહેવાની સમસ્યા સર્જાય છે. પેહલા રાત્રીના સમયે ચાર કલાક લાઈટ જતી હતી પણ ઘણીવાર આખી આખી રાત સુધી પણ લાઈટ જતી રહે છે. આ સમસ્યા વારંવાર સર્જાતી હોવાથી તંત્રને અનેક રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં લાઈટની સમસ્યા યથાવત છે.

વધુમાં વસાહતીઓ એ ઉમેર્યું હતું કે જીઈબી સહિતના સબંધિત તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં દિવસમાં ચારથી પાંચ વખત લાઈટ જતી રહે છે. એમાંય ઘણીવાર રાત્રીના સમયે આખી રાત સુધી લાઈટ નહીં આવતી હોવાથી વૃદ્ધજનો અને બાળકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. હાલ ચોમાસાની ઋતુમાં મચ્છર જન્ય રોગો ફેલાવાની શકયતા ખૂબ જ રહેલી છે એવામાં લાઈટ ડૂલ થઇ જતી હોવાથી લાઈટ વિના પંખા કૂલર ચલાવી શકાતા નથી. જેના કારણે પરસેવે રેબઝેબ થઈ જવાય છે. જેનાં પગલે લાઈટ ની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી અમારી માંગણી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments