Thursday, August 11, 2022
Homeઇન્જેક્શનની અછત : દર્દીના સગાએ આક્રોશ વ્યક્ત કર્યો, જોઇએ તેટલા રૂપિયા લઇ...
Array

ઇન્જેક્શનની અછત : દર્દીના સગાએ આક્રોશ વ્યક્ત કર્યો, જોઇએ તેટલા રૂપિયા લઇ લો પણ ઇન્જેક્શન આપો

- Advertisement -

શહેરભરમાં રેમડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત ઉભી થઇ છે. ખાનગી હોસ્પિટલોમાં ઇન્જેક્શન નથી ત્યારે શનિવારે ભાજપ કાર્યાલયે દર્દીઓના સગા પાંચ-પાંચ કલાક સુધી લાઇનમાં ઉભા રહ્યા હતા છતા રેમડેસિવીર ઇન્જેક્શન મળ્યા ન હતા. એક દર્દીના સગાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જોઇએ તેટલા રૂપિયા લઇ લો પણ અમને એક ઇન્જેક્શન અમને આપો. સરકારે 12 હજાર ઇન્જેક્શનનો સપ્લાય કર્યો હોવા છતા સુરતમાં ઇન્જેક્શનની અછત ઉભી થઇ છે.

સિવિલમાંથી માંડ બે જ ઇન્જેક્શન મળી શક્યા
પપ્પા એપેક્સ હોસ્પિટલમાં દાખલ છે. તેઓને છ ઇન્જેક્શનની જરૂર હતી તેમાંથી મને બે ઇન્જેક્શન સિવિલમાંથી મળ્યા હતા અને બે ઇન્જેક્શન મારે બહારથી વધારે પૈસા આપીને લેવા પડ્યા હતા. શનિવારે બે ઇન્જેક્શન કિરણ હોસ્પિટલમાંથી મળી શક્યા. – કિરણ સંસારે

3 દિવસ પછી આજે મને માંડ 1 ઇન્જેક્શન મળ્યું
હું જેને ત્યાં નોકરી કરું છું તે મારા શેઠ માટે ઈન્જેકશન લેવું ખૂબ જ જરૂરી હોવાથી છેલ્લા ત્રણ દિવસથી અહીં અને બીજી અનેક જગ્યાએ ફર્યો પરંતુ મળ્યું નહીં તેથી આજે એક વાગ્યાથી અહીં લાઈનમાં ઊભો રહી ગયો છું. – મંથન સોરઠીયા

​​​​​​​ભાજપ કાર્યાલયે ન મળતા કિરણમાં આવ્યો
​​​​​​​ મમ્મી માટે ઈન્જેકશન લેવા બધી જગ્યાએ ફર્યો. ભાજપ કાર્યાલય લાઈનમાં ઊભો રહ્યો. સ્મીમેરમાં પણ જઈને આવ્યો પરંતુ ત્યાંથી ઇન્જેક્શન મળી શક્યું નહીં તેથી કિરણ હોસ્પિટલમાં મળી જશે તે આશાએ લાઈનમાં ઊભો છું પણ નંબર લાગ્યો ન હતો. – દર્શક આચાર્ય

કાલે ફરી આવજો ત્યારબાદ ટોકન મળશે
​​​​​​​ અમારા સબંધી હોસ્પિટલમાં એડમિટ છે તેમને અર્જન્ટ રેમેડિસિવિર ઈન્જેક્શનની જરૂર હતી, જેથી સવારે 10 વાગ્યે ભાજપ કાર્યાલય ગયો હતો. 2 વાગ્યા સુધી લાઈનમાં ઉભો રહ્યો છતાં મને ટોકન મળ્યું. કહ્યું કે, ‘કાલે આવજો તો ટોકન મળશે.’ – પંકજ આહીરે

​​​​​​​પતિ માટે ઇન્જેક્શન જોઇએ છે પણ ન મળ્યું
​​​​​​​ મારા પતિને ઈન્જેક્શનની જરૂર છે. ક્યાંયથી મને ઇન્જેક્શન મળતું નથી. હારી થાકીને ભાજપ કાર્યાલયે મળે છે તે સાંભળીને અહીં દોડી આવી હતી. કલાકો સુધી લાઇનમાં ઉભી રહી પરંતુ ઇન્જેક્શન મળ્યું જ નથી. હવે મારે શું કરવું એ મને કંઈ ખબર પડતી નથી. – સરીતા ઠાકુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular