Monday, December 5, 2022
Homeવડોદરાડભોઇ : કરજણ રોડ પર નાળાની બંને બાજુ રેલીંગનો અભાવ

ડભોઇ : કરજણ રોડ પર નાળાની બંને બાજુ રેલીંગનો અભાવ

- Advertisement -

કરજણ રોડ પર નાળાની બંને બાજુ રેલીંગનો અભાવ
રાત્રીના સમયે વાહનચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય
રાહદારીઓ દ્વારા રેલિંગ બનાવવાની ઉઠી માંગ

વડોદરા જીલ્લાના ડભોઇ કરજણ રોડ ઉપર તૂટી પડેલ નાળું રીપેર તો કરી દેવામાં આવ્યું છે પણ રેલિંગના અભાવને કારણે રાત્રીના અકસ્માતનો ભય સેવાઇ રહ્યો હોવાને લઇ તંત્ર દ્વારા નવું નાળું બનાવી રેલિંગ મુકવામાં આવે તેવી માંગ રાહદારીઓમાંઉઠવા પામી હતી. ડભોઇ થી કરજણ અને કાયાવરોહન ને જોડતા માર્ગ ઉપર છેલ્લા 1 માસ પૂર્વે સિકોતર માતાના મંદિર નજીક નાળું તૂટી પડ્યું હતું. જેને કારણે 24 કલાક માર્ગ બંધ રહ્યો હતો. ત્યારબાદ માર્ગ મકાન વિભાગ દ્વારા આ નાળું રીપેર તો કરવામાં આવ્યું પણ બંને સાઈડ રેલિંગ નો અભાવ જોવા મળી રહ્યો છે. જેને કારણે રોજ મુસાફરી કરતા રાહદારીઓને અહીંથી અવર જવર કરવામાં ભય સેવાઇ રહ્યો છે. રાત્રી સમયે ચાલકોને અકસ્માતની ભીતી સેવાઇ રહી હોવાથી માર્ગ મકાન વિભાગ રેલિંગ નાખી નાળું પુનઃ નવું બનાવામાં આવે તેવી રાહદારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

રીપોટર વિકાસ ચતુવેદી ડભોઇ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular