ભારત-પાકિસ્તાન મેચ : લાહોરમાં બરફવર્ષા થઈ શકે છે પરંતુ સીરિઝ નહિ: ગાવસ્કર; PCBએ કહ્યું- ભારત વિના જીવી શકીએ છીએ

0
8

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેરિટી ક્રિકેટ સીરિઝ અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લાહોરમાં બરફવર્ષા થઈ શકે છે, પરંતુ આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી ન થઈ શકે. આ સિરીઝની રજૂઆત પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર દ્વારા કરવામાં આવી હતી. તેણે કોરોના સામેની લડાઈમાં ફંડ ભેગું કરવા માટે શ્રેણીની વાત કરી હતી. 1983 ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવ દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી. તે જ સમયે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પ્રમુખ એહસાન મનીએ કહ્યું કે અમને ભરણપોષણ માટે ભારતની જરૂર નથી.

ગાવસ્કરે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીઝ રાજાની યુટ્યુબ ચેનલ પર વાત કરી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટને અખ્તરની મજાક ઉડાવતા કહ્યું હતું કે, લાહોરમાં બરફ પડવાની સંભાવના હોઈ શકે છે, પરંતુ ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી આવા સંજોગોમાં ન થઈ શકે. બંને ટીમો આઇસીસી ટૂર્નામેન્ટ્સ અને વર્લ્ડ કપમાં એકબીજા સામે રમશે, પરંતુ દ્વિપક્ષીય શ્રેણી શક્ય નથી.”

અખ્તરે ગાવસ્કરને જવાબ આપ્યો, કહ્યું- કંઈપણ અસંભવ નથી

અખ્તરે લાહોરમાં બરફવર્ષાનો ફોટો ટ્વીટ કરીને કહ્યું- સનીભાઈ ગયા વર્ષે લાહોરમાં બરફવર્ષા થઈ હતી. કંઈપણ અસંભવ નથી.

અમને ભરણપોષણ માટે ભારતની જરૂર નથી: મની

PCBએ મનીનો પોડકાસ્ટ વીડિયો રજૂ કર્યો. તેમાં તેણે કહ્યું હતું કે, અમે ખોટમાંથી પસાર થઈ રહ્યા છીએ, પરંતુ તે (ભારત) અમારા વિચાર કે યોજનામાં નથી. તે આકાશમાં વાત કરવા જેવું છે. અમે તેમના વિના જીવી શકીએ છીએ. અમને ભરણપોષણ માટે ભારતની જરૂર નથી. અમે સ્પષ્ટ કહીએ છીએ કે જો ભારત અમારી સાથે રમવા માંગતું નથી, તો અમારી પાસે પણ ઘણા વધુ વિકલ્પો છે. તેણે અમારી સાથે એક-બે વાર રમવાનું વચન આપ્યું હતું, પરંતુ પછી છેલ્લી ક્ષણે તેમણેે ના પાડી દીધી હતું.

અખ્તરે ત્રણ વનડેની સીરિઝનો પ્રસ્તાવ મુક્યો હતો

  • અખ્તરે કહ્યું હતું કે, “કટોકટીના આ સમયમાં હું ત્રણ મેચની સીરિઝનો પ્રસ્તાવ મૂકવા માંગુ છું, જેમાં પ્રથમ વખત કોઈ પણ દેશના લોકો રમતના પરિણામથી નારાજ નહીં થાય. વિરાટ કોહલી સેન્ચુરી મારે તો અમે અને બાબર સદી મારે તો તમે ખુશ થશો. ફિલ્ડ પર જે પણ થાય બંને ટીમ વિજેતા રહેશે.”
  • તેણે કહ્યું કે, સીરિઝને જોરદાર વ્યૂઅરશિપ મળશે. પહેલી વખત બંને દેશ એકબીજા માટે રમશે. જે પણ ફંડ્સ ભેગા થાય તે બંને દેશમાં 50-50 વહેંચવામાં આવશે. આ સમયે બંને દેશોએ એકબીજાની મદદ કરવી જોઈએ.
  • તેણે વધુ ઉમેર્યું, “બધા અત્યારે ઘરે હોવાથી ગેમને સખત ફોલોઇંગ મળશે. જ્યારે પરિસ્થિતિ સુધરે ત્યારે દુબઇ જેવા ન્યુટ્રલ વેન્યુ પર સીરિઝ રમાડી શકાય છે. પ્લેયર્સ માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા થઈ શકે છે. મેચ દરમિયાન માત્ર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના 35 લોકો સ્ટેડિયમમાં હાજર રહેશે જે તેનું લાઈવ ટેલિકાસ્ટ કરશે.
  • ઘણી કંપનીઓ સ્પોન્સર તરીકે આગળ આવશે. સીરિઝ દ્વારા 1500થી 2000 કરોડની કમાઈ થઈ શકે છે. તેમજ આ સીરિઝ થકીબંને દેશ વચ્ચે બાઇલેટરલ સીરિઝ ફરી શરૂ થશે અને બંનેના રિલેશન પણ ડિપ્લોમેટિક લેવલે સુધરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here