લાખણી :ચાળવા સિંધવાઈ ખેલૈયા ગ્રુપ ઉ.ગુજરાત પ્રદેશ ક્ક્ષાએ યોજાયેલ કલા મહાકુંભમાં કચ્છી રાસ સ્પર્ધા માં ઝળક્યુ.

0
67

લાખણી : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ખેલ મહાકુંભની જેમ કલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના કલાકારોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઓળખવા અને તેઓમાં રહેલી આવડતો અને કુનેહને બહાર લાવવા તેમજ સ્ટેજ પુરું પાડવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

તાજેતરમા યોજાયેલ રાજ્ય સરકારશ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર પ્રેરીત કલા મહાકુંભ – 2020 અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાની કચ્છી રાસ ગરબા સ્પર્ધામાં બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાંના ચાળવા સિંધવાઈ ખેલૈયા ગ્રુપ દ્વારા ઉચ્છુક  પરફોર્મન્સ આપીને  સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવતા ગામ,તાલુકા અને જીલ્લાનુ ગૌરવ વધાર્યું છે,આમતો કચ્છી રાસ ગરબાએ ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છ માં રાહડા સાથે ગવાતા ફેમસ ગરબા છે પણ બનાસકાંઠા જીલ્લાના અંતરિયાળ વિસ્તારના નાનકડા એવા ચાળવા ગામના સિંધવાઈ ખેલૈયા ગ્રુપે ગાંધીનગર ખાતે યોજાયેલ કલા મહાકુંભ માં કચ્છી રાસ ગરબાનુ જબરજસ્ત પર્ફોમન્સ આપતાં આ સિધ્ધિને તાલુકાંના લોકો અને સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવાર બિરદાવી રહ્યા છે.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here